અંકલેશ્વરના 1200 ઉદ્યોગોને 20 દિવસમાં 6 હજાર કરોડનું નુક્સાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસે લોકોના સ્વાસ્થ્યને જ નહીં ઉદ્યોગોને પણ ભીંસમાં લીધા છે. કોરોનાના કારણે ચાઇનાથી આવતું રો મટિરિયલ બંધ થતાં ભરૂચ જિલ્લાના 1700 થી વધુ ઉદ્યોગો વેન્ટિલેટર પર મુકાઇ ગયા છે. ઉદ્યોગો 50 ટકા સ્લો ડાઉન થઇ ગયા છે. અંકલેશ્વરના જ 1200 ઉદ્યોગોને 20 દિવસમાં રૂા. 6 હજાર કરોડનું નુકસાન થયું હોવાનું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશના પ્રમુખે જણાવ્યું છે.

વિશ્વભરમાં હાહાકા મચાવતા ચાઇનાના કોરોના વાયરસની સીધી અસર ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને પડી રહી છે. ભરૂચ ઉપરાંત અંકલેશ્વર, પાનોલી,ઝઘડિયા,સાયખા, વિલાયત અને દહેજ સહિત 1700 જેટલા ઉદ્યોગો કોરોના વાયરસના કારણે હાલત ખરાબ થઇ ગઇ. ચાઈનાથી આવતા ડાઇઝ ઇન્ટર મિડિયેટ અને ફાર્માના રો મટીરીયલ બંધ થઇ ગયા છે. જેના કારણે આ રો મટિરિયલના ભારતીય ઉત્પાદકોએ 50થી 60 ટકા ભાવ વધારી દીધા છે.

અંકલેશ્વર અને પાનોલીમાં મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતા એચ.એસિડના કિલોના રૂા. 350 ના સ્થાનેે રૂા. 550 થઇ ગયા છે. એવી જ રીતે વી.એસિડના રુા. 180 ના રૂા. 300 , ફિનાઇલ સલ્ફરના રુા. 180 થી વધારી રૂા. 300, એમ એસિડના રૂા. 180 ના રૂા. 350 થઇ ગયા છે. તેના કારણે ઉત્પાદનનો ખર્ચ વધતાં 50 ટકા ઉદ્યોગો સ્લો ડાઉન થઇ ગયા છે. સૌથી વધુ વિપરીત અસર ઉદ્યોગોના એક્સપોર્ટ-ઇમ્પોર્ટ પર પડી છે. ઉત્પાદિત માલનો ખર્ચ વધતા વૈશ્વિક બજારમાં તેનો ભાવ નહીં મળતાં ઉદ્યોગોને સર્વાઇવ કરવું મુશ્કેલ બન્યું છે.

ઉદ્યાગોની ફેક્ટ

}1700 થી વધુ ઉદ્યોગો અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, સાયખા, વિલાયત અને દહેજમાં આવેલા છે.

}500 કરોડનું રોજનું પ્રોડક્શન લોસ

}10 હજાર કરોડનું માત્ર 20 દિવસમાં પ્રોડક્શન લોસ થયું

}50 ટકાથી વધુ રો મટીરીયલમાં થયો ભાવ વધારો

નીતિ હળવી કરવી જોઇએ

ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે રાજ્યભર હાલ 2003 ઉદ્યોગો બંધ થયા છે. આ ઉદ્યોગો ચાલુ કરવા સરકારે નીતિ જાહેર કરી તેની હરાજી કરી ફરી થી બેઠા કરવા જોઈએ. સરકારે નીતિઓ હળવી કરી મંજૂરી વહેલી તકે આપવી જોઈએ.

ભાવ વધતાં ઉદ્યોગોની કમર તુટી

અંકલેશ્વરમાં ડાઇઝ, ઇન્ટર મિડિયેટ, તેમજ ફાર્મા ઉદ્યોગોનું રો મટીરીયલ ચાઈનાથી આવતું હતું.જે બંધ થતા ઉદ્યોગોને અસર પડી છે. એક્ષ્પોર્ટ, ઈમ્પોર્ટ પર અસર પડતા ઉદ્યોગો સર્વાઇવ કરવું મુશ્કેલ થયું છે. > જશુભાઈ ચૌધરી, ઉપપ્રમુખ, AIA

પાનોલીના 350 ઉદ્યોગો પ્રભાવિત

અંકલેશ્વર-પાનોલીના ઉદ્યોગો ચાઈનાથી રો મટીરીયલ મંગાવતા હતા. 20 દિવસથી તે બંધ થઇ જતા ઉદ્યોગો પર અસર પડી છે. પાનોલીના 350 ઉદ્યોગો પ્રભાવિત છે. રોજનું 50 % પ્રોડક્શન લોસ થઇ રહ્યું છે. > બીએસ પટેલ, પ્રમુખ,PIA

વૈશ્વિક બજારમાં ઓર્ડર બંધ થયા

ફાર્મા, ડાઇઝ, ઇન્ટર મિડિયેટ, એગ્રો કેમિકલ ઇન્ડસ્ટ્રીઝનું ચાઇનાથી આવતું મટિરિયલ બંધ થઇ ગયું છે. દેશના ઉત્પાદકોએ 50 થી 60 % ભાવ વધારો કર્યો છે.વૈશ્વિક બજારમાં ઓડરો મળતા બંધ થયા છે. > ચંદ્રેશ દેવાણી, પ્રમુખ,સાઇખા એસો.

નાના ઉદ્યોગો બંધ થવાની સ્થિતિમાં

ચાઈના થી આવતા રો મટીરીયલઓ બંધ થતા દેશના તે મટીરીયલના ઉત્પાદકો દ્વારા ગેરફાયદો ઉઠાવી 50 % ભાવ વધાર્યો છે. હાલ 50 % ઉદ્યોગો સ્લો ડાઉન થયા છે .નાના ઉદ્યોગો બંધ થવાની કગાર પર છે. > મહેશ પટેલ, પ્રમુખ AIA

ભારતના ઉત્પાદકોએ 50 % ભાવ વધારો કરતા ઉત્પાદિત પ્રોડક્ટમાં ખોટ ખાવાનો વારો 

કોરોના ઇફેક્ટ / ચાઇનાથી ઇમ્પોર્ટ થતું મટિરિયલ બંધ થતાં જિલ્લાના 1700 થી વધુ ઉદ્યોગો વેન્ટિલેટર પર, 50 % સ્લોડાઉન, એક્સપોર્ટ- ઇમ્પોર્ટને સૌથી વધુ અસર
અન્ય સમાચારો પણ છે...