તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપીની રામકો મિલમાં ગેસ લીકેજથી 6 કામદાર ગંભીર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી જીઆઇડીસીમાં આવેલ રામકો પેપર મિલમાં 25 દિવસથી સંગ્રહ કરાયેલા પલ્પની ટાંકીનો વોલ્વ ઓપરેટ કરતી વખતે અચાનક લીક થતા 6 કામદારો ગંભીર રીતે ગેસના સંપર્કમાં આવ્યા હતા. જેઓ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ પોલીસને કરતા ઘટનામાં કંપનીની બેદરકારી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરાઇ છે.

વાપી જીઆઇડીસીના થર્ડ ફેસમાં આવેલ રામકો પેપર મીલમાં સોમવારે બપોરે 25 દિવસથી સંગ્રહ કરાયેલા પલ્પની ટાંકીનો વોલ્વ ઓપરેટ કરતી વખતે અચાનક વોલ્વ લીક થતા પાણી અને ગેસ પ્રેસરથી બહાર આવ્યો હતો. ઘટના બનતા જ કંપનીમાં દોડધામ મચી જવા પામી હતી. તે દરમિયાન તે વિભાગમાં કામ કરી રહેલા 6 કામદારો ગેસના સંપર્કમાં આવતા સ્થળ ઉપર જ બેભાન થઇ ગયા હતા. જેઓ તાત્કાલિક વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ઘટનાની જાણ હોસ્પિટલે વાપી જીઆઇડીસી પોલીસને કરતા તેઓ કંપની ઉપર પહોંચ્યા હતા. આ બનાવમાં કંપનીની બેદરકારી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

કામદારો હોસ્પિટલમાં પણ બેભાન
ઉદેશ શર્મા ઉ.વ.36, મીથીલેશ ઉ.વ.38, તપન ઉ.વ.35, ઉદસીંગ ઉ.વ.45, સીકંદર મુખીયા ઉ.વ.40 આ તમામ કામદારો વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે એક કામદાર રાજેન્દ્ર નીરધા શ્રદ્ધા હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસ જ્યારે નિવેદન લેવા પહોંચી ત્યારે તમામ કામદારો બેભાન હાલતમાં મળી આવતા ગેસની ગંભીર અસર થયા હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો