તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજપીપળા પાલિકાના વાલ્મિકી સફાઇ કામદારોની 5મીથી હડતાળ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજપીપળા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર અમિત પંડ્યાને આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે વાલ્મિકી સમાજ ગુજરાતમાં સ્વચ્છતા રાખે છે અને નિષ્ઠા પૂર્વક સેવા કરે છે તેમ છતા સફાઈ કામદારોને હકક અધિકારથી વંચિત રાખવામાં આવે છે અને તમામ અલગ અલગ સંગઠનો ઘ્વારા આવેદનપત્ર આપવા છતાં આજદિન સુધી કોઈ ઘ્યાન દોરવામાં આયું ની તો ના છુટકે ગુજરાતના તમામ સફાઈ કામદારો તા.૫મીના રોજ સફાઈ બંધ કરી હડતાળ ઉપર ઉતરવાના છીએ.

ગુજરાતની તમામ સરકારી કચેરીઓ અને સંસ્થાઓ તેમજ મહાનગરપાલિકાઓ અને નગર પાલિકાઓમાં, ગ્રામ પંચાયતોમાં સફાઈ કામમાં કોન્ટ્રાકટ આપવામાં આવે છે તે કોન્ટ્રાકટ પઘ્ધતિ રદ કરી આ સફાઈ કામદારોને કાયમી કરવા બાબત, 162 નગરપાલિકાઓમાં વર્ષોથી રોજમદાર તરીકે સેવા બજાવતા સફાઈ કામદારોને કાયમી કરો,162 નગરપાલિકાઓમાં વર્ષોથી સકાઈ કામદાર તરીકે સેવા બજાવે છે તેમના માટે રોસ્ટર પ્રથા હોવી જોઈએ નહી તેમને સીધે સીઘી ભરતી કરવીસહિતની કુલ 13 માંગણીઓ સાથે રાજયવ્યાપી હડતાળ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો