તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગરોળ ઉમરપાડામાં રસ્તા-પુલો માટે 56 કરોડ મંજૂર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાના સફળ પ્રયત્નોને પગલે રાજ્ય સરકાર દ્વારા વિવિધ અસ્તાઓ અને પુલોના નિર્માણ માટે 56 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાતા લોકો નવી સુવિધા મળવા બાબતે લોકોમાં ખુશી ફેલાઇ છે.

માંગરોળના 19 ગામોના આંતરિક રસ્તા માટે 70 લાખ, આંબાવાડીથી ખરેડા ગામ સુધીના માર્ગ માટે 275 લાખ છમુછલ ગામથી પાણેથા માર્ગ રૂ.62 લાખ પિપોદરા ગામથી ઘલુડી ગામરૂ.75 લાખ, વાંસોલી ગામથી કાંટાવા ચોકડી માર્ગ રૂ.60 લાખ, કોસંબા મુખ્ય રસ્તાથી જૂના કોસંબા-તરસાડી 100 લાખ, કોસંબા રેલ્વે ઓવરબ્રિજથી રેવા રેસિડન્શી રૂ.88 લાખ, પાણેથા ગામથી છમૂછલ ગામનો એક્સપ્રેશ રોડ રૂ. 60 લાખ વડોલી ગામથી મુખ્ય માર્ગ સુધીનો રોડ રૂ. 20 લાખ દિણોદ ગામના ભિલવાડા ફળીયાનો એપ્રોચ રોડ 20 લાખ,કઠવાડા ગામે આદિવાસી ફળીયાનો રોડ રૂ.40 લાખ, આસોદલાઠો ઘૂટી નૌગામાં રોડ રૂ.150 લાખ આંબાવાડી ગામથી નાદીપાર રોડ રૂ.60 લાખ, પાલોદ ગામથી મોટા બોરસરા રોડ 42 લાખ, કોસંબા ગામે એપ્રોચ રોડ રૂ.50 લાખ, નાની ફળીયા ગામથી ધોળીકુઇ રોડ રૂ. 30 લાખ, લવેટથી મદારી ફળીયા રોડ રૂ.60 લાખ, પાણી આમલી થી ભિલવાડા રોડ રૂ. 48 લાખ, મોટીફળીથી પાણી આમલી રોડ 60 લાખ, નાના બોરસા એપ્રોચ રોડ રૂ.50 લાખ, જ્યારે ઉમરપાડા તાલુકાનાં સાદડાપાણી સ્મસાનરોડ માટે રૂ.60 લાખ, ઉમરદા ગામથી હરીપુરા રૂ.100 લાખ, ચાવડા ગામથી વક્રાંતઆંબા ગામ રૂ.125 લાખ, ઊભારિયા ગામથી સ્મશાનભૂમિ સુધી રૂ,80 લાખ સાદડા પાણીથી વેલાવી 60 લાખ, નાશરપુરથી આદિવાશી ફળિયા રૂ.30 લાખ ઝંખવાવ ગૂંદીકુવા આમલી દાબડા રોડ 100 લાખ, ઉમરપાડાથી અંબાડી 120 લાખ, ચોખવાડાથી ખોડમ્બા માર્ગ રૂ.20 લાખ,ચોખાવાડાથી ખોડંબા માર્ગ 20 લાખ, ચોખાવાડાથી દીવતણ 40 લાખ, મોટીદેવરણ એપ્રોચ 53 લાખ, ડોગરીપાડા એપ્રોચ 50 લાખ, શરદા ગામથી કેવડી ગામ રૂ.70 લાખ, વડપાડાથી શક્તિપૂરા રૂ. 42 લાખ, વડપાડાથી હૂલધરી રૂ.70 લાખ ડોંગરી પાડા આંતરીક રોડ 70 લાખ, ચારણી ગામ એપ્રોચ બોક્સ કલવાર્ટ અને રોડ રૂ.200 લાખ, ઉમરપાડાથી ઘાટા રોડ 200 લાખ, ઉમરગોટથી વડપાડા ઉમરદા રૂ.900 લાખ, તેમજ ઉમરપાડા તાલુકામાં ડામર રસ્તાઓ નોન-પ્લાન રસ્તાઓ, હયાત રસ્તાને પહોળા કરવા સાકળા નાળા પહોળા કરવા વગેરે કામો માટે 2,450 લાખ મંજૂર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...