તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂની હેરાફેરી રોકવા દમણ દીવમાં વધુ 55 એક્સાઇઝ ગાર્ડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
દમણની ડિસ્ટિલરીઝ, ચેક પોસ્ટ અને ગેરકાયદે દારૂની હેરાફેરી રોકવા માટે દમણ દીવ પ્રશાસન દ્વારા 55 એક્સાઇઝ ગાર્ડની નિમણૂંક કરી છે. શુક્રવારે દાનહના સાયલી સ્થિત પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં તમામ ગાર્ડની તાલીમ પૂર્ણ થતા તેમની કલોઝિંગ સેરેમની રાખવામાં આવી હતી.

સંઘપ્રદેશ દમણના લોકલ એક્સાઇઝ વિભાગમાં અગાઉ ભરતી થયેલા ગાર્ડની વયમર્યાદાને લઇ નિવૃતિ તથા અન્ય કારણોસર નોકરી છોડી દેતા અનેક જગ્યા ખાલી હતી. દમણ દીવ પ્રશાસનના પ્રયાસથી હાલમાં જ એક્સાઇઝ વિભાગમાં 55 ગાર્ડની ભરતી કરવામાં આવી છે. દમણના સાયલી સ્થિત પોલીસ ટ્રેનિંગ કેમ્પમાં તમામ ગાર્ડે તાલીમ પૂર્ણ કરી દેવાતા શુક્રવારે તેમની કલોઝિંગ સેરેમની રાખવામાં આવી હતી. નવેમ્બરમાં પ્રથમ બેંચ બાદ બીજા બેંચની તાલીમ પુરી થઇ છે.

પીટીએસ ઇન્ચાર્જ ડીવાયએસપી એન.એલ. રોહિત અને દમણ એક્સાઇઝના ડેપ્યુટી કમિશનર ચાર્મી પારેખ કલોઝિંગ સેરેમનીમાં હાજર રહીને નવા નિમણૂંક પામેલા ગાર્ડને શુભેચ્છા પાઠવી હતી. તાલીમમાં પબ્લિક ડીલિંગ, ભારતીય બંધારણ, ક્રિમીનલ પ્રોસીજર કોડ, ફંકશન ઓફ ચેકપોસ્ટ એન્ડ ડિસ્ટીલરી, ઇવે બિલ ચેકિંગ વિશે જાણકારી આપવામાં આવી હતી. ખાસ કરીને નવા 55 ગાર્ડની ભરતી કરાતા હવે દમણમાં ગેરકાયદે દારૂની હેરાફેરી ઉપર રોક આવી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો