તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર LCBના નામે દમ મારી વેપારી પાસે 5.20 લાખ પડાવી લેવાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતનો કેમિકલ ટ્રેડિંગનો વેપારી 2 મિત્રો સાથે મોટરસાયકલ પર સીયાલજ ગામની સામમાંથી પસાર થતા હતા, ત્યારે એક કારમાં આવેલા 3 અજાણ્યા ઇસમો પોતાની ઓળખ ગાંધીનગર એલસીબીની આપી હતી, તમારી ગાંધીનગરમાં એફઆરઆઇ થઇ છે, જેથી પટાવટ માટે 50 લાખની માગણી કરી હતી, ધાકધમકી આપી, મારમારી જબરદસ્તી વેપારી પાસેથી 5.20 લાખ રૂપિયા પડાવી લીધા હતા, આ ઘટના સમયે 2 મિત્રો સાથે હોય, તેમની વર્તણૂક શંકાસ્પદ લાગતા અને પોલીસ બનીને આવેલા 3 યુવાનો તેમણે જ બોલાવ્યા હોવાની શંકા પ્રબળ થતા આખર વેપારીએ 3 યુવાનો વિરુધ્ધ ફરીયાદ આપતા ગુનો નોંધાયો છે.

પોલીસના જણાવ્યા મુજબ સુરત શહેરના વરાછા વિસ્તારમાં શિવાંજલી રો હાઉસમાં રહેતા બાલુભાઇ કેશુભાઈ કોલડિયા કેમિકલનો ધંધો કરે છે. કામરેજ રહેતા લાલાભાઇ હમીરભાઇ ભરવાડ તથા સરફરાજ ભાઇ મહેબુબભાઇ મરચી વાલા (રહેવાસી આંબોલી ગામ કામરેજ)નો વ્યવસાય દરમ્યાન બંનેનો સંપર્ક થતાં મિત્રતા થઈ હતી. આ બંને મિત્રો પૈકી વેપારીએ લાલુભાઇ હમીરભાઇ ભરવાડને તેમણે 2 લાખ રૂપિયાની મદદ કરી હતી, તારીખ 27 નવેમ્બર 2019ના રોજ વેપારી પર લાલુભાઈ ભરવાડનો ફોન આવ્યો હતો, અને તેમણે જણાવ્યું હતું કે તમારી પાસેથી લીધેલા 2 લાખ રૂપિયા તમને પાછા આપવાના હોવાથી કીમચાર રસ્તા રંગોલી હોટલ ઉપર આવી જવા જણાવ્યું હતું. જેથી વેપારી બાલુભાઇ રંગોલી ચાર રસ્તા ઉપર પહોંચ્યા હતા. ત્યાંથી 3 જણા 2 મોટરસાયકલ ઉપર કોસંબા આવવા માટે નીકળ્યા હતા. સવારે દસ વાગ્યાના અરસામાં સિયાલજ ગામની સીમમાં હાઇવે નંબર 48 ઉપર વિજય ફાર્મ હાઉસ સામે રોડ ઉપર તેમની તેમની મોટરસાઇકલને આઈ ટ્વેન્ટી કારે ઓવરટેક કરીને ઊભી રાખી હતી.

કારમાંથી 3 જણા ઉતરીને આવ્યા હતા, અને બાલુભાઈ કોટડીયા તમે છો તેમ બાલુભાઈને પૂછ્યું હતું. તમારા નામની એફઆઇઆર ગાંધીનગરમાં થઇ છે, અમે ગાંધીનગર એલસીબી પોલીસના માણસો છે. તમારી રેતી ચોરીના ગુનામાં ધરપકડ કરવાની છે, તેમ કહી તેઓએ પોતાની પાસેનું પોલીસનું આઇકાર્ડ બતાવ્યું હતું અને આ ઈસમોએ બાલુભાઈ અને તેના બંને મિત્ર લાલુ ભરવાડ તથા સરફરાજ ભાઇને તેમની સાથે ગાડીમાં બેઠા બેસાડી દીધા હતા

...અનુસંધાન પાના નં. 2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો