તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉંમરપાડાના 51 ગામોને સિંચાઇનું પાણી મળશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉંમરપાડા તાલુકાના કેવડી ગામે એનપીએમસી માર્કેટ યાર્ડ ખાતે જિલ્લાકક્ષાની પશુપાલન શિબિરનું ઉદ્દઘટાન કેબિનેટમંત્રી ગણપતભાઈ વસાવાએ કર્યુ હતું. તેમણ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂત પશુપાલકો અને ટ્રાયબલ બેલ્ટના સર્વાંગી વિકાસ માટે અવિરત કાર્ય કરી રહી છે.

ગુજરાત રાજ્ય પશુ પાલન વિભાગ ગાંધીનગર અને સુરત જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે કેવડી ગામે પશુપાલન તાલીમ શિબિરનું આયોજન થયું હતું. આ શિબિર સુમુલડેરીનું આયોજન થયું હતું. આ શિબિર સુમુલડેરીના વાઈસ ચેરમેન રિતેશભાઈ વસાવાએ પશુપાલન લક્ષી માહિતી આપી હતી. સુરત જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક એન. વી. દવેએ પશુ આરોગ્ય આહાર, પશુ સંવધન સહિત પશુ પાલન અંગે વિસ્તૃત માર્ગદર્શન તાલીમ શિબિરમાં આપ્યું હતું. તેમજ પશુપાલન વભાગનાતજજ્ઞોએ પશુપાલનલક્ષી તમામ પ્રકારની માહિતી આપી હતી. સમારંબન અધ્યક્ષ સ્થાને રાજ્ય સરકારના કેબિનેટમંત્રી ગણપતભાઈ વસાવાએ રાજ્ય સરકાર ખાસ ટ્રાયબલ વિસ્તરાના વિકાસ માટે સરકાર કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી રહી છે. ખેડૂત- પશુપાલકોને યોજનાથી ફરી ફાયદો મળી રહ્યો છે. જ્યારે ઉંમરપાડાના 51 ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી પહોંચાડવા રાજ્ય સરકારે 750 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. આ યોજનાનુ ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે આવનાર દિવસોમાં કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વિધવા બહેનોને બકરા પાલન માટે 5 બહેનોને 45000 પ્રમાણે ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કેવડી ખાતે યોજાયલ પશુ શિબિરમાં ઉપસ્થિત આગેવાનો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો