તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સલામતી અર્થે બીલીમોરામાં 5 હજાર નેકબેલ્ટનું વિતરણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પતંગ પ્રેમીઓ ના તહેવાર આડે ગણતરીનો સમય બાકી છે ત્યારે ઉત્તરાયણ પર્વને સલામત રીતે ઉજવવા સુરક્ષાના ભાગરૂપે રવિવારે સ્વસ્તિક ચેરીટેબલ ટ્રસ્ટએ વાહનચાલકોને 5 હજાર નેકબેલ્ટનું વિતરણ કર્યું હતું. રાહદારી અને વાહન ચાલકોએ માનવતાલક્ષી અભિગમને બિરદાવ્યો હતો.

તહેવારોની ઉજવણીમાં સભાનતા, સજાગતા જરૂરી છે. તહેવારોની ઉજવણી બીજાના જીવનના ભોગે ન થવી જોઈએ તહેવારોનો આનંદ બન્યો રહે તેવા શુભ ઉદ્દેશ સાથે બીલીમોરા સ્વસ્તિક ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 7 વર્ષોથી ઉત્તરાયણ પર્વ સેફ્ટી બેલ્ટનું વિનામૂલ્ય વિતરણ કરે છે. આ પ્રસંગે નવસારી નાયબ પોલીસ વડા મોરી એ સાંજે છ કલાક પછી પક્ષીઓ પતંગ દોરાનો ભોગ ન બને તેની કાળજી રાખવા તાકીદ કરી હતી. આ સેવાકાર્યમાં પીએસઆઇ ગરાસીયા, સુચેતાબેન દુશાને, દિપક દુશાને, પ્રજ્ઞેશભાઈ પટેલ, સુમિત્રાબેન પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બીલીમોરા લાયન્સ ક્લબ યુગ્મએ સ્વામી વિવેકાનંદ જન્મ દિવસની ઉજવણી સાથે બાળકોને તલના લાડુ, 500 પતંગ, 1 હજાર સેફ્ટીબેલ્ટ, ફીરકીનું પણ વિતરણ વિનામૂલ્યે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો