Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોઠારમાં કંપનીનો વેસ્ટ ઠાલવવામાં છીરી સરપંચના પુત્ર સાથે 5 સામે ગુનો
કપરાડાના કોઠાર ગામમાં સ્મશાનની સામે ખુલ્લી જગ્યામાં બુધવારે રાત્રે ત્રણ ટ્રકોમાં કોઇ કંપીનોનો પ્લાસ્ટિક સોલિડ વેેસ્ટ ઠાલવાના રેકેટને ગ્રામજનોએ ઝડપી પાડયુ હતુ, પરંતુ ફોરેસ્ટ વિભાગ,જીપીસીબી અને પોલીસ વિભાગ વચ્ચે યોગ્ય સંકલનના અભાવે આ કેસમાં પોલીસ ફરિયાદ નોંધવામાં વિલંબ થયો હતો. આખરે આ પ્રકરણમાં જીપીસીબી ફરિયાદી બનતાં નાનાપોંઢા પોલીસે ત્રણ ટ્રકના માલિક અને વાપીના છીરી પંચાયતના સરપંચના પુત્ર સમશુદ્રીન ચૌધરી સહિત 5 સામે ગુનો નોંધ્યો હતો. જો કે હજુ પણ વાપીની કઇ કંપીનો પ્લાસ્ટિક વેસ્ટ છે તે હજુ સુધી બહાર આવી શકયુ નથી.
કપરાડાના કોઠાર ગામ સ્મશાનની સામે ખુલ્લી જગ્યામાં 8 જાન્યુઆરીએ ગ્રામજનોએ વોચ ગોઠવી પ્લાસ્ટિક સોલિડ વેસ્ટ ઠાલવવા આવેલા ત્રણ ડમ્પરો(ટ્રકો) અને ડ્રાઇવરોને ઝડપી પાડી ફોરેસ્ટ વિભાગના હવાલે કર્યા હતાં. ફોરેસ્ટ વિભાગે ડ્રાઇવરોના નિવેદનો લઇ મોડે-મોડે જીપીસીબી અને પોલીસને જાણ કરી હતી. સઘન તપાસ બાદ નગીનભાઇ ડાહ્યાભાઇ ટંડેલ(સિનિયર વૈજ્ઞાનિક અધિકારી જીપીસીબી વાપી ) રહે. વલસાડ ફરિયાદી બનતાં નાનાપોંઢા પોલીસે ડમ્પર ટ્રક નં. જી.જે. 15 એ.વી. 9291ના ડ્રાઇવર અક્ષયભાઇ રમેશભાઇ રહે. કુરગામ તા. ધરમપુર, ડમ્પર ટ્રક નં. જી.જે. 15 એટી 7349ના ડ્રાઇવર સલમાન રમઝાન બી રહે. બલરામપુુર ,ડમ્પર ટ્રક નં. જી.જે. 15 એ.વી. 9192ના ડ્રાઇવર વિજયભાઇ નટુભાઇ પટેલ રહે .ઘેજ ઝાડી ફળિયા તા. ચીખલી, ...અનુસંધાન પાના નં.3