તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝરોલીમાં જમીન વારસાઈના નામે 4.60 લાખ બેંકમાંથી ઉપાડી લીધા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝરોલી ગામના ખેડૂત દેવુભાઈ ગુપજીભાઈ વારલીની 16 ગુંઠા જમીન પુત્રના નામે વારસાઈ કરવા મરોલીના ઇસમે ખેડૂતને વિશ્વાસ લઈ બેન્ક ખાતામાંથી ખેડૂતની જાણ બહાર 4.60 લાખ ઉપાડી જતા ભીલાડ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા ઈસમની ધરપકડ કરવામાં આવી છે.

ઉમરગામના ઝરોલી કાપડીવાડ ખાતે રહેતા ખેડૂત દેવુભાઈ ગુપજીભાઈ વારલીની 16 ગુંઠા જમીન તેના પુત્રના નામે વારસાઈ કરવા માટે વર્ષ 2017માં મરોલી કોળીવાડ ખાતે રહેતા સમીમકુમાર કોળી સાથે વાતાઘાટ કરવામાં આવી હતી. સમીપે ખેડૂત દેવુભાઈ વારલીને વિશ્વાસમાં લઇ પુત્ર ગણેશના નામે જમીન વારસાઈ કરાવવા માટે ખેડૂત પાસેથી પાંચ ચેકો લીધા હતા. ખેડૂત દેવુભાઈની જાણ બહાર રૂ.4.60 લાખ રૂપિયા ઉપાડી ગયો હતો. જે અંગે ખેડૂત દેવુભાઈએ ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો