તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઘડિયામાં દારૂના 45 કેસ 30 મહિલા બૂટલેગરોને પકડી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દારૂ અને જુગારની પ્રવૃતિઓને અંકુશમાં લેવા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ગત 3 થી 17 માર્ચ સુધી 15 દિવસની ડ્રાઇવ રાખી હતી.

બૂટલેગરો સામે કડક કાર્યવાહીના આદેશ બાદ પણ ઝઘડિયા, રાજપારડી અને ઉમલ્લામાં પોલીસે મોટાભાગે દેશી દારૂના ધંધાઓ પર સપાટો બોલાવ્યો હતો. ત્રણે પોલીસ મથકમાં દેશી દારૂના 45 કેસ થયા હતા. જૈ પૈકી 30 તો મહિલા બૂટલેગરો જ હતી.
જ્યારે વિદેશી દારૂના માત્ર નામ પૂરતાં 2 કેસ થયા છે.

પોલીસે 273 લીટર દેશી દારૂ, 60 લીટર તાડી, 1580 લીટર વોશ, જુગારના 6 કેસો તેમજ 40 નશેબાજો સામે ગુનો નોંધ્યો હતો. તાલુકાના ઝઘડિયા, રાજપારડી, ઉમલ્લા, પાણેથા, ગોવાલી, રાણીપુરા, જીઆઇડીસી સહિતના સ્થળે વિદેેશી દારૂ વેચાતો હોવા છતાં ડ્રાઇવ દરમિયાન પોલીસને કોઇ મળ્યું નથી.ત્યારે લોકોમાં અનેક ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

15 દિવસની ડ્રાઇવમાં નોંધપાત્ર કેસ નોંધાયો નહીં

પ્રોહિબિશન ડ્રાઇવમાં વિદેશી દારૂના માત્ર 2 કેસ

અન્ય સમાચારો પણ છે...