તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajpipla News 416 Works Of Water Conservation Will Be Done In Narmada At A Cost Of 641 Crores 031101

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્મદામાં 6.41 કરોડના ખર્ચથી જળસંચયના 416 કામો હાથ ધરાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નર્મદાના લાછરસ ગામેથી સરદાર જળસંચય સહભાગી યોજનાના અધ્યક્ષના હસ્તે સુજલામ-સુફલામ જળ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં 6.41 કરોડના ખર્ચે 416 જેટલા જળસંચયના કામો થકી જિલ્લાની જળસંગ્રહ ક્ષમતામાં વધારો કરાશે.

લાછરસ ગામે તળાવની કામગીરીનું ખાતમુર્હૂત કર્યું હતું અને ત્યારબાદ તુરત જ જેસીબી મશીનથી તળાવ ઉંડુ કરવાની કામગીરી શરૂ કરાઇ હતી. આ પ્રસંગે સરદાર જળસંચય સહભાગી યોજનાના અધ્યક્ષ સરદારસિંહ બારૈયા, જિલ્લા કલેકટર આઇ.કે.પટેલ, જિલ્લાના અગ્રણી ધનશ્યામ દેસાઇ, કરજણ જળાશય યોજનાના કાર્યપાલક ઇજનેર એ.એફ.મોતાવર. લાછરસ ગામના સરપંચ જશવંત તડવી સહિત ગામ આગેવાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિ રહયાં હતાં.ચાલુ વર્ષે નર્મદા જિલ્લામાં અંદાજે 6.41 કરોડના ખર્ચે કુલ 416 જેટલા જળસંચયના કામોનું આયોજન કરાયું છે. સરદારસિંહ બારૈયાએ જણાવ્યું હતું કે, વરસાદી પાણીના વ્યયને અટકાવીને મહત્તમ જળસંચય થાય તે માટે મુખ્યત્વે તળાવો ઉંડા કરવા, નવા તળાવનું નિર્માણ, ચેકડેમના ડિસીલ્ટીંગ , નહેરોની સફાઇ સાથે છીછરી નદીઓને કાર્યરત કરવા મોટા ભાગે લોકભાગીદારીથી ચલાવાયેલા અભિયાનની જેમ ચાલુ વર્ષે પણ આ અભિયાન આગળ ધપાવ્યું છે અને 60 ટકા સરકારના અને 40 ટકા લોકભાગીદારીના સહયોગથી જિલ્લે જિલ્લે જળસંચયના રાજયવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાયો છે. વરસાદી પાણીના વ્યયને રોકીને સંગ્રહ કરીશું અને પાણી હશે તો ઉધોગ-કૃષિ વિકાસની સાથોસાથ લોકોનો સર્વાંગી વિકાસ સાધી શકીશું.

નાંદોદના લાછરસ ગામેથી સુફલામ સુફલામ જળસંચય યોજનાનો પ્રારંભ કરાયો હતો. તસવીર-પ્રવિણ પટવારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો