તાપી જિલ્લાના મેગા જોબફેરમાં 400 જેટલા ઉમેદવારોની પસંદગી કરાઇ

Vyara News - 400 candidates have been selected in the mega jobfare of tapi district 080508

DivyaBhaskar News Network

Jun 15, 2019, 08:05 AM IST
વ્યારા | તાપી જિલ્લા રોજગાર કચેરી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા- વ્યારા દ્વારા તાપી જિલ્લાના રોજગારવાંછુઓ યુવક-યુવતીઓને રોજગારી મળી રહે તે માટે મેગા જોબફેરનું આયોજન કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્ર, વ્યારા ખાતે કરવામાં આવેલ હતું. જેમાં હાજર રહેલા 400 જેટલા યુવક યુવતીઓને નોકરી માટે પસંદગી પામ્યાં હતા. આ મેગા જોબફેર માટે જિલ્લા રોજગાર કચેરી-વ્યારા દ્વારા આશરે 500 ઉમેદવારોને કોલ લેટરો સાથે એસ.ટી. કુપનો પણ પાઠવવામાં આવેલ હતી, જ્યારે 700 થી વધુ એસ.એમ.એસ., વોટ્સઅપ, ઈ-મેલ થી ઉમેદવારોને રોજગાર ભરતી મેળા વિશે જાણ કરવામાં આવેલ. આજ રોજ યોજાયેલ ભરતી મેળામાં 500 થી વધુ યુવક-યુવતીઓ નોકરી માટે ઉપસ્થિત રહ્યા હતા. યોજાયેલ ભરતી મેળામાં દક્ષિણ ગુજરાતના 08 નોકરીદાતાઓ હાજર રહી આશરે 400 જેટલી નોકરીની ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. જિલ્લા રોજગાર કચેરીની ટીમે તાપી જિલ્લાના બેરોજગાર યુવક-યુવતીઓને રોજગારી મળી રહે તે માટે તાપી જિલ્લામાં પુરતા પ્રમાણમાં ઉદ્યોગો ન હોવા છતાં અન્ય જિલ્લાના નોકરી દાતાઓનો સંપર્ક કરીને આજરોજ મેગા જોબફેર કાર્યક્રમમાં ઉપસ્થિત રાખ્યા હતા. યોજાયેલ મેગા જોબફેર માં જિલ્લા રોજગાર અધિકારી .એન.ડી. ભીલ અને વ્યારા આઈ.ટી.આઈ.ના આચાર્ય બી.એસ. ગામીત દ્વારા ઉપસ્થિત યુવક-યુવતીઓને નોકરી, સ્વરોજગારી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે માહીતી આપી, તેમજ પસંદગી પામેલ ઉમેદવારોને સ્થળપર જ ઓફર લેટર અપાયા હતા.

X
Vyara News - 400 candidates have been selected in the mega jobfare of tapi district 080508

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી