તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Mahuva News 40 Thousand Liquor Was Taken From The Farm In The Village Of Dholukui 032008

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોળીકુઈ ગામે ખેતરમાંથી 40 હજારનો દારૂ ઝડપાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા તાલુકાના ધોળીકુઈ ગામે મહુવા પોલીસે રેડ પાડી શેરડીના ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. મહુવા પોલીસે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 621 નંગ બોટલ કિંમત રૂ.40,500 નો મુદ્દામાલ ઝડપી ફરાર ઈસમને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ આદરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના ધોળીકુઈ ગામે કમા ફળિયામા આવેલ શેરડીના ખેતરમા ગામના ભાવિન વિક્રમભાઈ પટેલ નામના ઈસમે વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની મહુવા પોલીસને બાતમી મળી હતી. જે બાતમી આધારે મહુવા પો.સ.ઈ ચૌધરીએ સ્ટાફ સાથે તા-24/2/2019 ને રવિવારના રોજ ધોળીકુઈ ગામે રેડ પાડી હતી.

પોલીસની રેડ જોઈ ઘટના સ્થળે થી ધોળીકુઈનો ભાવિન વિક્રમભાઈ પટેલ ફરાર થઈ ગયો હતો.પોલીસે શેરડીના ખેતરમા તલાસી લેતા અંદરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની કુલ 621 નંગ બોટલ કિંમત રૂપિયા 40,500 નો મુદ્દામાલ ઝડપી ફરાર બુટલેગર ભાવિન પટેલને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો