તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોનમાં એપ ડાઉનલોડ કરાવીને તેમાં ડેબિટ કાર્ડ નંબર સબમીટ કરવાનું કહી 40 હજારની ઠગાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓનલાઈન છેતરપીંડી કરવાની વાતે સક્રિય બનેલ ચિટરોએ સાયણ ગામના યુવાનના payTM માં KYC અપડેટ કરવાનું કહી વિશ્વાસમાં લઈને બેંક ડેબિટ કાર્ડ સાથે તેના ખાતાની માહિતી મેળવી હતી. મોબાઈલમાં એપ્લીકશન ડાઉનલોડ કરાવી બેંક એકાઉન્ટ હેક કરી 40,000 રૂપિયાની ઓનલાઈન ખરીદી કરી છેતરપીંડી કરવાની ઘટના બની હતી.

ઓલપાડ તાલુકાના સીમલથુ ગામ સુથાર ફળીયામાં રહેતો ઈલેક્ટ્રીશીયન તરીકે કામ કરતો હિરેનકુમાર ધનસુખભાઈ પટેલ (43) એ ગત તારીખ 25-12-2019 નાં રોજ સાયણ ખાતે આવેલ જીવનરક્ષા હોસ્પિટલ ખાતે પગની સારવાર માટે આવેલ હતો. ત્યારે તેના મોબાઈલ ફોન પર એક ઇસમેં ફોન કરી હિન્દી ભાષામાં વાત કરતા પોતે payTM માંથી વાત કરતો હોવાનું જણાવ્યું હતું. હિરેનના payTM સાથે KYC અપડેટ કરવાનું જણાવતા અને તેમ કરવામાં નહી આવેતો payTM એકાઉન્ટ બંધ થઈ જવાની માહિતી આપી હતી. સાથે હિરેનને વાતમાં સમજાવી તેના મોબાઈલમાં ANY DESK નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી. આ એપ્લિકેશનથી ડેબિટ કાર્ડનો નંબર મેળવી સીનીયર અધિકારી સાથે ફોન પર વાત કરવાનું કહી ANY DESK નામની એપ્લીકેશનનાં માધ્યમથી payTM સાથે KYC અપડેટ કરવાની વાતે જુદી જુદી માહિતી અપડેટ કરાવેલ.

માહિતી અપડેટ કરવાની સાથે જ થોડી મીનીટમાં હિરેનના મોઈલમાં બેંકનો એક મેસેજ આવેલ જે જોતા તેના SBI બેંકના ખાતા માંથી રૂપિયા 40,000 વિદ્રોલ થયાની ખબર પડી હતી. બેંક પર જઇને હિરેને ખાતાની માહિતી મેળવી રૂપિયા 40,000 ની ઓનલાઈન એમેઝોન મારફત ખરી કરી છેતરપીંડી કરાયાનું સાબિત થયેલું. જયારે ઓનલાઈન છેતરપીંડી થવાની ઘટનામાં હિરેને તેના પર આવેલા ફોન નંબર પર પરત કોલ કરી સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા તે નંબર બંધ આવેલ. આમ ડેબિટકાર્ડની વિગતો મેળવી ઓનલાઈન છેતરપીંડી કરવાની ઘટનામાં ઓલપાડ પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો