Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ટોઠીદરામાં ગેરકાયદે રેતી કાઢવાના 4 હિટાચી, 5 ટ્રક અને 2 નાવડી ઝડપાઇ
ઝઘડિયા તાલુકાના ટોઠીદરા નર્મદા કિનારેથી બિનવારસી રેતી ઉલેચવાની ચાર હિટાચી મશીન, પાંચ ટ્રક અને બે નાવડી જપ્ત કરી તેના માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નાયબ કલેક્ટર, જિલ્લા ભૂસ્તર વિભાગ અને ઝઘડિયા મામલતદારના સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.
ઝઘડિયા તાલુકાના ટોઠીદરા, તરસાલી વિસ્તારમાંથી મોટાપાયે રેતી ખનન કરાય છે. નર્મદાના પ્રવાહમાં પાઈપ દ્વારા મશીન મૂકી પાણી સાથે રેતી ખેંચવાનો પણ બેરોકટોક વેપલો ચાલે છે. નર્મદાના પ્રવાહમાં ગેરકાયદે ભૂંગળા નાખી પુલિયા બનાવી રેતી ભરેલી ટ્રકો પસાર કરાતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે. શુક્રવારે જિલ્લા કલેક્ટર એમ.ડી.મોડિયાની સૂચનાના આધારે ઝઘડિયા નાયબ કલેક્ટર પ્રણવ વિઠ્ઠાની, જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી કેયુર રાજપુરા, ઝઘડિયા મામલતદાર જે.એ રાજવંશીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વહીવટી તંત્રની ટીમ ઝઘડિયા તાલુકાના ટોથીદરા વિસ્તારમાં ચેકિંગમાં નીકળી હતી. ટોથીદરાના નર્મદા કિનારા વિસ્તારમાંથી ચાર હિટાચી મશીન, પાંચ ટ્રક અને બે નાવડીઓ જે બિનવારસી લીઝ વિસ્તારમાં પડી હતી તે કબ્જે કરી છે.
ઝઘડિયા નાયબ કલેક્ટર, જિલ્લા ભૂસ્તર વિભાગ, મામલતદારનું સંયુક્ત ઓપરેશન
_photocaption_ગેરકાયદે રેતી ખનન કરતી ટ્રકો ઝડપાઈ હતી. *photocaption*