તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

4 સ્પર્ધકોએ મેરેથોનમાં ગાંધીનગરમાં મેડલ મેળવ્યાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડના ચાર મેરેથોન રનર, સાયકલલીસ્ટ, એથ્લેટઓએ 112.9 કિ.મીનું અંતર સ્વિમિંગ, સાયકલિંગ અને રનીગ કરી “હાલ્ફ આયર્નમેન” ના મેડલ મેળવ્યા છે. ઇન્ટરનેશનલ ટ્રાયોથલોન ચેમ્યનશીપનું રવિવારે ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. હરીફાઈ સવારે 4:30 કલાકથી બપોરે 1:00 કલાક સુધીનાં સમય મર્યાદામાં જે તે ભાગ લેનારે અંતર પૂર્ણ કરવાનું હતું.

આ સ્પર્ધામાં દેશમાંથી અનેક દોડવીરોએ ભાગ લીધો હતો. સ્પર્ધા ત્રણ તબક્કામાં પૂરી કરવાની 3 શરતોમાં સૌપ્રથમ 70મીનીટમાં 1.90. કી.મી. સ્વિમિંગ, અને તરત જ 4:10 મી.માં 90 કી.મી. સાઈકલ અને તરત જ 3.10: કલાકમાં 21.0 કિ.મી. રર્નિગ પૂર્ણ કરવાનું હતું.જેમાં વલસાડનાં ડૉ.સંજીવ દેસાઈ ( લોટસ હોસ્પિટલ જનરલ સર્જન) વાપીના ડૉ. કેયુર શાહ ( બીઝનસમેન) અને 61 વર્ષનાં નરેશ નાયક ( M.R.) એ સ્પર્ધામાં ભાગ લઈ આ મુશ્કેલ સ્પર્ધા સાથે મળી અને સાથે પૂર્ણ કરીનાં સ્લોગન સાથે પૂર્ણ કરી હતી. ડૉ. અજીત ટંડેલ ( લોટસ હોસ્પિટલ ઓર્થોપેડિક સર્જન) જેમણે સ્વિમિંગ, સિવાઈ ની સ્પર્ધામાં ભાગ લઈ એમની કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ ચારે સ્પર્ધકોએ સમય મર્યાદામાં સ્પર્ધા કરી પૂર્ણ વલસાડ જીલ્લાનું નામ રોશન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો