તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બૌધાન ગામે બંધ મકાનમાંથી ચાંદીની ચીજો અને રોકડ મળી 37000ની ચોરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવી તાલુકના બૌધાન ગામે બંધ મકાનમાં અજાણ્યા તસ્કરો દરવાજાનો નકૂચો તોડી ઘૂસી ગયા હતાં, અને કબાટ તોડી અંદર મુકેલ ચાંદીના સિક્કા તેમજ વાસણો અને રોકડા મળી કુલ 37000ની ચોરી કરી ગયા હતાં. જે અંગે મકાનમાલિક દ્વારા માંડવી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ સુરત અડાજણ વિસ્તારમાં ગંગેશ્વર મહાદેવ ગ્રીન રેસીડેન્સીમાં રહેતા પરેશકુમાર હસમુખલાલ શાહ સુરત મહાનગરપાલિકામા સેન્ટ્રલ ઝોનની ઓફિસમાં ટેકનિકલ આસિસ્ટન તરીકે ફરજ બજાવે છે. તેમના બાપ દાદાનું ઘર માંડવી તાલુકાના બૌધાન ગામે આવેલ છે. જે હાલ બંધ રહે છે. પરેશભાઈનું પરિવાર શનિ-રવિની રજામાં આવી રહે છે. તારીખ 9 જાન્યુઆરીની રાત્રે અજાણ્યા તસ્કરો બૌધાનના બંધ ઘરના દરવાજાનો નકૂચો તોડી ઘૂસ્યા હતાં. રૂમમાં મુકેલ કબાટને તિક્ષ્ણ હથિયાર વડે વાંકો કરી અંદરના નાના ખાનાને કોઈ ધાર વાળી વસ્તુથી કાપી નાંખી થેલીમાં મુકેલ 500 ગ્રામ ચાંદીન પાટ કિંમત 10000 તથા ચાંદીના વાસણ વાટકી નં 2 કિંમત 3000 100થી વધુ ચાંદીના અલગ અલગ વજનના સિક્કા 5000 તથા 50થી વધુ જૂના જમાનાના સિક્કા તથા સોનાની બુટ્ટીનં 2 કિંમત 15000 તથા રોકડા 4300 મળી કુલ 37300 રૂપિયાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતાં. ઘટના અંગે માંડવી પોલીસમાં ચોરીની ફરિયાદ આપતાં ગુનો નોંધાયો છે. શિયાળાની મોસમમાં તસ્કરોની ટોળકી ફરીથી સક્રિય થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે પોલીસ નાઇટ પેટ્રોલિંગ વધારી તસ્કરો પર લગામ લગાવે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો