તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મજૂરી અને ભાડાનાં 3300 ખર્ચી 100 મણ ફલાવર માર્કેટમાં વેચતા માત્ર 2500 જ મળ્યાં, ખેડૂતે 6 વીઘાના પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બારડોલી વિસ્તારમાં કોબીઝ અને ફલાવર શાકભાજી પકવતા ખેડૂતોને માર્કેટમાં લઇ જતાં આવક કરતા ખર્ચ વધી જતાં મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. એક ખેડૂતે પોતાના ખેતરમાં ઉગાડેલા ફ્લાવર પાછળ 2500 રૂપિયા મજૂરી અને 800 રૂપિયા વાહનભાડું ખર્ચીને 100 મણ ફ્લાવર શાકબાજી માર્કેટમાં વેચવા ગયો હતો. પરંતુ 100 મણ ફ્લાવરના વેચાણ બદલ તેને માત્ર 2500 રૂપિયા જ મળતા તેને 800 રૂપિયાની ખોટ ખાવાનો વારો આવ્યો હતો જેથી વિફરેલા ખેડૂતે પરત ફરી પોતાની 6 વીંધા જમીન પર ઉગાડેલા ફ્લાવરના પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું હતું .

બારડોલી વિસ્તારના ખેડૂતો શાકભાજી પકવ્યા બાદ, પાકને વેચાણ માટે સુરત માર્કેટમાં મોટે ભાગે લઇ જવું પડતું હોય છે. હાલના સંજોગમાં ફ્લાવર અને કોબીજ પકવતા ખેડૂતોને માર્કેટમાં યોગ્ય ભાવ જ ન મળતા શાકભાજી માર્કેટ સુધી પહોચાડવાનો ખર્ચ વધી જાય છે. ફ્લાવર અને કોબીજ તોડાવવા માટેની મજૂરી પણ આવક કરતાં વધી જતી હોય છે. આવા સંજોગમાં ખેતી કરવી મુશ્કેલ બની છે. બારડોલીના મોતા ગામનો ખેડૂત નીરવભાઇ દેસાઇએ પોતાના 6 વીંઘામાં ફલાવરની ખેતી કરી હતી. પાક તૈયાર થયા બાદ ખેડૂતે ખેતરમાંથી શાકભાજી તોડીને માર્કેટ સુધી લઇ જવાનો ખર્ચ વધી જતો હતો, માર્કેટમાં વેપારી 2 થી 3 રૂપિયે કિલોના ભાવે માંગણી કરી ખરીદે અને બજારમાં 10થી વધુના ભાવે વેચાણ થતો હતો, ખેડૂત સતત ખોટ સહન કરી હારી જતાં, આખર કંટાળીને ખેતરમાં ફલાવરનો ઊભો પાક ટ્રેકટરથી ખેડી કાઢ્યો છે.ખેડૂતને રોપણી માટે થયેલ ખર્ચ શુદ્ધા ન નીકળતા ખોટ સહન કરવી પડી છે. ખર્ચની સરખામણીમાં માત્ર 30 ટકા ખેડૂતને આવક થઇ, 70 ટકા ખોટ ખાવી પડી છે. અમુક નાના ખેડૂતો પોતાના પાલતુ પશુઓને આ પાક ખવડાવી રહ્યા છે. ત્યારે સરકાર શાકભાજીમાં પણ સમય અનુસાર ટેકાના ભાવ નક્કી કરે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

ખેડૂતની ફલાવરની ખેતીનો ખર્ચ અને આવક

6 વીંઘા ફલાવરની ખેતી

65,000 છોડનું રોપાણ

1.60 લાખનો ખર્ચ

800 રૂ. 100 મણના ટ્રાન્સપોર્ટ ખર્ચ

2500 રૂ. 100 મણ તોડવાની મજૂરી

2500 રૂ. 100 મણ ફલાવરની આવક

13 વખત માર્કેટમાં શાકભાજી લઇ ગયા

8 વખત આવક કરતા ખર્ચનો વધારો

30 ટકા આવક

70 ટકા ખોટ

{ ખર્ચની સમખામણીએ માત્ર 30 જ ટકા આવક થતાં ફ્લાવર પકવતાં અનેક ખેડૂતોને અકળામણ વધી

{ હાલના માર્કેટ ભાવ પ્રમાણે આવકતો દુર વાવેતર પાછળનો ખર્ચ પણ કવર કરવો પણ મુશ્કેલ બન્યો

તાત મજબૂર | વધુ ખોટ સહન ન કરવી પડે એટલે પાકને ઉખાડી નાખ્યો

ટેકાના ભાવો નક્કી કરવા જરૂરી

મને ફલાવર તોડવાની મજૂરી ખર્ચ જ મોઘી પડતી હતી, ક્યાં સુધી ખોટ સહન કરૂ. આખર ઊભા પાકમાં ટ્રેકટર ફેરવી પાકને જ ખેડી કાઢ્યો છે. ખેડૂતોને શાકભાજી પાકમાં ખોટ થતી હોય છે, સરકારે આવા સંજોગમાં ખેડૂતને દેવામાં ઊતરતા બચાવવા ટેકાના ભાવો નકકી કરવા જોઇએ. > નીરવ દેસાઇ, ખેડૂત, મોતાગામ

મોતાના ખેડૂતને ફલાવર શાકભાજીને માર્કેટ સુધી પહોચાડવામાં આવક કરતાં ખર્ચ વધી જતો હોવાથી આખરે કંટાળીને 6 વીંઘાનો ઊભો પાક ટ્રેકટરથી ખેડી નાંખ્યો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો