તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નેત્રંગના મામલતદારના નિવૃત્તિ પ્રસંગે 32 વિધવા બહેનોને સહાયના હુકમ મળ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેત્રંગ તાલુકાના મૌઝા ગામની પ્રાથમિક શાળામાં ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા તેમના અલગ અલગ વિસ્તારમાં રહેતા વિધવા બહેનોને સરકારના માસિક રૂપિયા 1250 ની સહાય યોજનાના મંજૂરી હુકમો આપવામાં આવ્યા હતા. સાથે નેત્રંગા મામલતદાર નિવૃત્ત થતાં વિદાય સમારંભ સાથે તમના હસ્તે વિધવા બેનોને હુકમો અપાયા હતા.

ગુજરાત સરકારે વિધવા બહેનો માટે બે મહત્વના નિર્ણય લીધા છે. જેમાં 21 વર્ષથી ઉપરની ઉંમરના પુત્ર હોય તેવા વિધવા બહેનોને પણ સહાય મળી શકશે. જ્યારે અત્યારસુધી દરમહિને 1000 રૂપિયા અપાતી સહાયમાં વધારો કરી 1250 રૂપિયા કરવામાં આવ્યા છે. જે અંતર્ગત હાલ દરેક ગ્રામ્ય વિસ્તારોમાં વિધવા મહિલા પોતાનું અને તેમના બાળકોનું ભરણપોષણ કરી શકે અને પગભર થાય તે દિશામાં સહાયના મંજૂરી હુકમો આપવામાં આવી રહ્યા છે.

મૌઝા ગામના મહિલા સરપંચ મીનાક્ષીબેન ગીરીશ વસાવા વિધવા મહિલાઓને તેમના ખર્ચે ફોર્મ, સ્ટેમ્પ, જરૂરી પુરાવાઓનો ખર્ચ આપી આજે નેત્રંગ મામલતદાર બી.કે.તડવીના હસ્તે 32 વિધવા મહિલાઓને વિધવા સહાય યોજનાના મંજૂરી હુકમો આપવામાં આવ્યા હતા. તેમની સાથે આજરોજ નિવૃત્ત થતા નેત્રંગ મામલતદારને સન્માનીત કરી તેમને વિદાય આપવામાં આવી હતી.

આ પ્રસંગે મહિલા સરપંચે જણાવ્યું હતું કે, હવે જે વિધવા મહિલાઓ મારા પંચાયત વિસ્તારમાં આ સહાયથી વંચિત રહી ગઈ છે એ દરેકને આ વિધવા સહાયના મંજૂરીના હુકમો આપવા જરૂરી મદદ કરવામાં આવશે.

નેત્રંગના મામલતદાર નિવૃત્ત થતાં મૌઝા પંચાયતમાં નોંધાયેલી 32 વિધવા બહેનોને સહાય મંજૂરીના હુકમ અપાયા હતા. અતુલ પટેલ

અન્ય સમાચારો પણ છે...