તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈકો ટુરિઝમ ક્ષેત્રમાં કૌશલ્ય વર્ધન તાલીમમાં 30 તાલીમાર્થીઓ જોડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારા | ઘટાદાર જંગલો ધરાવતા ડાંગ જિલ્લાના મહાલ કેમ્પ સાઈટ ખાતે ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા સ્થાનિક યુવાનો માટે ઈકો ટુરિઝમના ક્ષેત્રમાં કૌશલ્યવર્ધક તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રવાસન વિભાગના સહયોગથી આ તાલીમ માટે ભારતીય પર્યટન એવમ યાત્રા પ્રબંધ સંસ્થાન, નવી દિલ્હીથી ટીમ બોલાવવામાં આવી હતી. આ તાલીમ માટે એક સપ્તાહ સુધી 30 યુવાનો જોડાયા છે. તાલીમ દરમિયાન તેઓને નેચર ગાઈડ,કોમ્યુનિકેશન સ્કીલ,પર્સનાલીટી ડેવલોપમેન્ટ, પ્રવાસીઓ સાથે કરવાની થતી જુદી જુદી રમતો તથા કેમ્પ મેનેજમેન્ટ જેવા વિવિધ વિષયો ઉપર માહિતગાર કરાશે. ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસે તાલીમના પ્રારંભે જણાવ્યું હતું કે મહાલ કેમ્પ સાઈટ ખાતે ઈકો ટુરિઝમના ક્ષેત્રમાં આ કૌશલ્યવર્ધન તાલીમ આંતરરાષ્ટ્રિય માનકો પર પહેલો પ્રયાસ છે. જે ગુજરાત પ્રવાસન વિભાગના સહકારથી શક્ય બન્યું છે. આ તાલીમથી ડાંગના સ્થાનિક લોકોને રોજગારી મળશે.

અન્ય સમાચારો પણ છે...