• Gujarati News
  • National
  • Rajpipla News 30 Passengers From Rajpipla Who Were Traveling To Agra Were Stuck In Benares 071133

આગ્રાના પ્રવાસે ગયેલા રાજપીપલાના 30 યાત્રિકો બનારસમાં અટવાઇ ગયાંં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજપીપલા શહેરના 30 જેટલા રહીશો હાલ બનારસમાં ફસાયા છે. લોકડાઉનના કારણે ટ્રેનો અને બસ સેવા બંધ થતાં હવે બનારસમાં જ અટવાયા છે.

રાજપીપલાના રાધાસ્વામી સંપ્રદાય સાથે જોડાયેલા 30 લોકોએ 15 માર્ચથી યાત્રા શરૂ કરી હતી. તેઓ સીધા બનારસ પહોંચ્યા હતા. જ્યાંથી આગરા જવાના હતા અને 25 માર્ચે પરત ફરવાના હતા. ટ્રેનની ટિકિટ પણ 25 માર્ચની હતી. પરંતુ 22 માર્ચે વડાપ્રધાને જનતા કરફ્યુની જાહેરાત કરતાં આગ્રા જઈ શક્યા નહોતા. આ પ્રવાસીઓમાંના મનમોહન દાસ સાથેની ટેલિફોનિક વાતચિતમાં જણાવ્યું હતું કે, હમણાં અમારી પાસે પૈસા પણ પુરા થઈ ગયા છે. બીજા અમારી સાથે આવનારા વ્યક્તિઓની દવાઓ પણ પુરી થઈ ગઈ છે. નર્મદા જિલ્લા તંત્રને અપીલ કરી તેમને રાજપીપલા સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરાય તેવી પણ માગણી કરી હતી.

રાધાસ્વામી સંપ્રદાયના ભક્તો કોરોનાના લોકડાઉનના પગલે પરેશાન

_photocaption_રાધાસ્વામી સંપ્રદાયના રાજપીપળાના પ્રવાસીઓ બનારસથી આગરા જવાના હતા પણ લોકડાઉન થતા બનારસમાં અટવાઇ ગયાં છે.*photocaption*
અન્ય સમાચારો પણ છે...