તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Mahuva News 30 Days Of Rotation In The Left Bank Of The Left Bank Of Ukai Left The Farmer39s Life And Ran To Save The Crop 023036

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉકાઇ ડાબા કાંઠાની નહેરમાં 30 દિવસનું રોટેશન શરૂ થતાં ખેડૂતોના જીવમાં જીવ આવ્યો, પાક બચાવવા દોડતા થયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉકાઈ ડાબા કાંઠા નહેર બંધ થયાને દોઢ મહિના બાદ 30 દિવસનું ઉનાળુ રોટેશન શરૂ થતા જ ખેડૂતો પાણી માટે દોડતા થયા છે. પાણી વિના સુકાતો પોતાનો કિંમતી પાક બચાવવાની કામગીરીમા મંડી પડ્યા હતા. નહેર પર મશીનો ગોઠવી ખેતર સુધી નહેરનું પાણી પહોચાડવાની કામગીરીમા મંડી પડ્યા હતા, ઘણા ખેડૂતો હાલ દિવસ રાત નહેર પર જ પસાર કરી રહ્યા છે. નહેરનુ બીજુ રોટેશન એપ્રિલ મે માસમાં ખેડૂતોને મળનાર હોવાથી ખેડૂતો ચિંતિત છે.

કરોડો રૂપિયાના માતબાર ખર્ચે તંત્ર દ્વારા નહેર પાકી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.પરિણામે ઉકાઈ અને કાકરાપાર નહેરમાં છેલ્લા દોઢ માસથી પાણી બંધ હતુ. પાણી બંધ રહેતા ખેડૂતો મુશ્કેલીમા મુકાઈ ગયા હતા. નહેર બંધ રહેતા ઘણી નદી કોતરો અને ખાડીઓ પણ સુકાઈ જતા પાણી વિના ખેડૂતનો કિંમતી પાક સુકાઈ રહ્યો હતો. નહેરના નવીનીકરણનુ કામ પૂર્ણ થતા ખેડૂતોની લાંબી પ્રતીક્ષા બાદ ઉકાઈ ડાબા કાંઠા નહેરમાં તા-22/02/2019 થી 30 દિવસનું ઉનાળુ રોટેશન શરૂ થયુ હતુ. હાલ પુરા દબાણથી પાણી છોડવામા આવતા નહેર બંને કાંઠે પૂરતા પાણી સાથે વહેવા માંડી હતી. દોઢ માસ બાદ પાણીથી છલોછલ ભરેલ નહેર જોઈ ખેડૂતો આનંદિત થઈ ગયા હતા, અને નહેરનું પાણી ખેતર સુધી પહોંચાડી પાણી વિના સુકાતો પોતાનો કિંમતી પાક બચાવવાની કામગીરીમાં મંડી પડ્યા છે. નહેરના નવીનીકરણ સમયે બકનળી દૂર કરાતા પાણી આવતા જ ખેડૂતો નહેર પર મોટા મશીનો ગોઠવી દિવસ રાત નહેર પર પસાર કરી ખેતર સુધી પાણી લઈ જવાની કામગીરીમાં મંડી પડ્યા છે. હાલ ખેડૂતો પોતાનો મહત્તમ સમય નહેર પર પસાર કરી રહ્યા છે, અને મશીન 24 કલાક ચાલુ રહી બંધ ન થઈ જાય તેની સંપૂર્ણ દેખરેખ રાખી રહ્યા છે. દોઢ માસથી વધુ સમયથી સૂકી ભઠ્ઠ બનેલ જમીનમાં પાણી સરકતુ જોઈ ખેડૂતોના મોં પર મીઠુ સ્મિત છલકાઈ ઉઠ્યુ હતુ. 25000 થી વધુ હેક્ટર જમીનને પાણી મળશે. જેથી ફરી ખેતરોમાં લીલો છમ પાક લેહરાશે. હવે બીજું રોટેશનમા પાણી મે એપ્રિલ માસમાં આવનાર હોવાથી આ 30 દિવસના પ્રથમ રોટેશનમા બે થી ત્રણ વાર ખેતરમાં ઉભા પાકમાં પાણી પીવડાવી શકાય તે પ્રમાણેના આયોજન ખેડૂતો કરી રહ્યા છે.

પોઝિટિવ
મરામતને લઇ છેલ્લા દોઢ મહિનાથી નહેરનું પાણી મળતું નહોતું
નહેરમાં પાણી આવતા ખેતર સુધી પાણી લઈ જવાની કામગીરીમા મંડી પડેલ ખેડૂતો. તસવીર-જયદીપસિંહ પરમાર

અટકાવેલી શેરડીની રોપણી ફરી શરૂ કરાઇ
પાણી વિના ઘણા ખેડૂતોએ શેરડી રોપણી કામગીરી અટકાવી દીધી હતી અને ફક્ત જમીન તૈયાર કરી નહેરમાં પાણી આવવાની કાગડોળે રાહ જોઈ બેઠા હતા. જેવુ પાણીનુ 30 દિવસનુ ઉનાળુ રોટેશન શરૂ થયુ કે ત્વરિત જ ખેડૂતોએ ખેતર તરફ દોડ લગાવી નહેરનું પાણી ખેતર સુધી પહોંચાડી શેરડી રોપણી કામગીરીમાં મંડી પડ્યા હતા.

મશીન મારફતે નહેરનું પાણી ખેંચી પાક બચાવવાનો પ્રયાસ
પાણી વિના અમારો કિંમતી પાક દોઢ માસથી સુકાઈ રહ્યો હતો.પાણી આવતા જ નહેર પર મશીન ગોઠવી અમે ખેતરમાં ઉભો અમારો કિંમતી પાક બચાવવાની કામગીરીમાં મંડી પડ્યા છે. 30 દિવસના રોટેશન બાદ મે માસમાં બીજુ રોટેશન અપાશે અને ત્રીજું રોટેશન અપાશે કે નહી તેની ખબર નથી જેથી આ રોટેશનમા બે થી ત્રણ વાર ખેતરમાં ઉભા પાકને પાણી પીવડાવવાનુ આયોજન કરી રહ્યા છે. અલ્પેશભાઈ પટેલ, ખેડૂત,મહુવા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો