તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંધારપાડા નજીક કારની ટક્કરે બાઇકચાલક સહિત 3 યુવકને ઇજા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સોનગઢ તાલુકાના બંધારપાડા ગામ નજીક સર્જાયેલા અકસ્માતના બનાવમાં એક કારચાલકે પોતાની કાર પૂરઝડપે હંકારી સામેથી આવતી બાઇકને ટક્કર મારી હતી. આ બનાવમાં બાઈક સવાર ત્રણે મિત્રોને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા હતા. આ અકસ્માત સંદર્ભે આ પહેલા બંને પક્ષો વચ્ચે સમાધાન થઇ ગયું પરંતુ પાછળથી એ તૂટી જતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

સોનગઢના ગાળકૂવા ગામે દાદરી ફળિયામાં રહેતા અલ્પેશભાઈ અનુશભાઈ ગામીત મજૂરી કરી જીવન ગુજરાન ચલાવે છે. ગત 26 મી જાન્યુઆરીના રોજ સાંજના સમયે અલ્પેશ પોતાના મિત્ર એવા રિતેશ મનીષભાઈ અને સુસ્મિત મનીષભાઈ ગામીતને બાઈક પર બેસાડી નજીક આવેલ મૈયાલી ગામ તરફ ફરવા ગયા હતો. આ મિત્રો સાંજે 7.30 કલાકના અરસામાં પરત ગાળકૂવા જવા નીકળ્યા હતા ત્યારે બંધારપાડા ગામ નજીક આવેલ નદી પાસે થઇ પસાર થઇ રહ્યા હતા. આ સમયે સામેથી આવતી એક સફેદ કલરની બ્રેઝા કાર નંબર (GJ-26-N-1377) ના ચાલકે પોતાની કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી બાઇકને ટક્કર મારતા બાઈક સવાર ત્રણે મિત્રો રોડ પર પટકાયા હતા અને એમને પગમાં અને શરીરે ઇજા થઇ હતી. અકસ્માતમાં ઇજા પામેલા ત્રણે મિત્રોને સારવાર અર્થે પ્રથમ વ્યારા ખાતે અને બાદમાં એ પૈકીના 02 ને સુરત સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતનો બનાવ જયારે બન્યો ત્યારે સામેવાળા કાર ચાલકે ઇજાગ્રસ્તોનો સારવારનો તમામ ખર્ચ આપવાની તૈયારી દાખવતા બંને પક્ષો વચ્ચે સમાધાન થઇ ગયું હતું. જો કે હવે કારચાલકે સારવારનો ખર્ચ આપવાનો ઇન્કાર કરતા સમાધાન તૂટી ગયું હતું અને ફરિયાદી અલ્પેશેભાઇએ કારચાલક સામે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી.

ગાળકૂવાના યુવકો મૈયાલી ગયા હતા પરત ફરતા અકસ્માત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો