3 ગઠિયાઓ મહિલા પાસેથી 1 લાખના દાગીના પડાવી ગયાની ઘટનાને વર્ષ વીત્યું, છતાં પોલીસે હજી ફરિયાદ પણ નોંધી નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઈપણ ઘટનાનો ભોગ બનેલાની તાત્કલિક ફરિયાદી નોંધી ન્યાયિક કાર્યવાહીઓ કરવાની બાબતે રાજ્ય પોલીસ વડાનો આદેશ હોવા છતાં પોલીસ કામચોરી અને આડોડાઈ કરી રહી છે. પોલીસવડાના હુકમની મજાક બનાવી હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. ઓલપાડ પોલીસ દ્વારા ભોગ બનનારની ફરિયાદ ન લેવા સાથે કાયદેસરની કાર્યવાહી કરવાની બાબતે ભોગ બનનારને કેટલી હદે હેરાન કરે છે તે કારેલી ગામના સહકારી આગેવાન સાથે થયેલી ઘટનાએ નોધાયું છે.

ઘટનાની વિગતવાર હકીકત મુજબ ઓલપાડ તાલુકાના કારેલી ગામે ગત તારીખ 28-9-2018 નાં રોજ મોટર સાયકલ લઈને આવેલા ત્રણ યુવાનોએ ખેડૂત સહકારી તેમજ રાજકીય આગેવાન હનીતસિંહ તખ્તસિંહ દેસાઈ નાં ઘરે ગયા હતાં. યુવાનોએ વિમ કંપનીમાંથી આવતા હોઈ જણાવ્યું હતું. ઘરમાં લગાવેલા નળ સહિતની વસ્તુઓ પર લાગેલ ક્ષાર સાફ કરી આપવાનું કહી ઘરના પાછળના ભાગેથી આવી વાડામાં ઘૂસ્યા હતાં. લગાવેલા પાણીના નળ સાફ કરી આપ્યા બાદ રસોડામાં લગાવેલા નળ અને તાંબા પિત્તરનાં વાસનો સાફ કરી આપ્યા હતાં. બાદ હનીતસિંહના નાનાભાઈ કિરણસિંહની પત્ની એ ગળામાં સોનાનો સેટ પહેરેલ હતો. તે સાફ કરી આપવાનું કહેતા તેમણે વાતમાં આવી જઇને સોનાનો સેટ ઉતારી સાફ કરવા આપ્યો હતો. તે પણ સાફ કરી આપેલ હતો. જયારે આ સમયે હનીતસિંહના માતાજી ઘરમાંથી બહાર આવતા તેમણે પણ ગળામાં સોનાનો અછોડો પહેરી હોઈ તે તથા ઘરના અન્ય દાગીના સાફ કરી આપવાનું કહેતા વાતમાં આવી ગયા હતાં. ગળામાં પહેરેલ સોનાનો અછોડો સહિત નાં દાગીના લાવીને સફાઈ માટે આપેલ હતાં. ત્યારબાદ આ ઠગોએ સોનાનાં દાગીના એક તપેલીમાં કેમિકલ સાથેના પાણીમાં નાખી તે દાગીના પડોસીને બતાવી આવવાનું કહી તપેલીમાં નાખેલા દાગીના લઈને ગયા હતાં. બાદ ત્રણે ઠગ યુવકો દાગીના લઈને પરત ન આવતા મહિલાઓને શંકા જતા બજુનાં ઘરે જોવા જતા ત્યાં કોઈ ઇસમો મમળ્યો ન હતો. ગામ આખામાં શોધખોળ કરવા છતાં કોઈ ન મળતા ઠગ યુવકો સોનાનાં કિંમતી દાગીના લઈને ભાગી ગયા હતાં. આમ મહિલાઓ ને વાતમાં ભોરવી અંદાજીત 1 લાખની કિંમતના સોનાના દાગીના લઈને ભાગી જઈ છેતરપીંડી કરવાની ઘટના હનીતસિંહને ખબર પડતા તેમણે ઘર નજીક આવેલી સહકારી મંડળી માં લગાવેલા સી.સી.ટીવી કેમેરામાં રેકોર્ડ થયેલા ફૂટેજ ચેક કર્યા હતાં. જેમાં મોટર સાયકલ પર આવેલા ત્રણ ઠગની ગાડીનો નંબર સ્પષ્ટ દેખાય છે. સાથે તેમની પણ ઓળખ થાય તેમ હોવાથી કાયદેસરની કાર્યવાહી કરવા સી.સી.ટીવી ફૂટેજ સાથે સાયણ ચોકી અને ઓલપાડ પોલીસમાં ગત તારીખ 28-9-2018 નાં રોજ કિરણસિંહ દેસાઈએ લેખિત અરજી કરી હતી.

અરજી કર્યાના દિવસો બાદ પણ પોલીસે ગુનો ન નોંધી કાયદેસરની કાર્યવાહી ન કરતા આ બાબતે જિલ્લા પોલસી વડાને રજૂઆત કરી હતી. છતાં ઘટના બન્યાના એક વર્ષે પણ પોલીસે ઘટનાની ગંભીરતા ન જાણી અરજી બાબતે આજદિન સુધી કાયદેસરની કાર્યવાહી કરી નથી. આજે પણ ફરિયાદ નોંધી કસુરવારોને પકડી પાડી ન્યાય મેળવવા સહકારી આગેવાન પોલીસ સ્ટેશન નાં ધક્કા ખાઈ છે.

1 વર્ષમાં અનેક ASI, PSI અને PI બદલાયા પણ કોઈએ અરજીનો નિકાલ ન કર્યો
કારેલી ગામે એક લાખના ઘરેણા પડાવી જનારા ઠગ સીસીટીવીમાં કેદ

સીસીટીવી ફૂટેજ પણ આપ્યા છે
મારા પરિવાર સાથે છેતરપીંડી કરી સોનાના દાગીના લઈ જવાની ઘટનામાં પોલીસમાં સી.સી.ટીવી ફૂટેજ સાથે લેખિત અરજી આપ્યા બાદ એક વર્ષનાં સમય સમય ગાળા સુધી પોલીસે ગુનો નોંધ્યો નથી. ત્યારે જો મારા જેવા શિક્ષિત અને જાગૃત નાગરિકને હેરાનગતી કરાતી હોઈ, તો ગરીબ અને સમાન્ય લોકો સાથે પોલીસ શું કરતી હશે તે વિચારવા જેવી બાબત છે. હનીતસિંહ દેસાઈ, સહકારી આગેવાન

કારેલી ગામના સહકારી આગેવાનના પરિવારની મહિલાઓ ઠગ ટોળકીનો નિશાનો બનવાની ઘટનાંનાં એક વર્ષના સમય ગાળામાં પ્રોહિબીસનના ગુનામાં સાયણ ચોકી અનેક ASI સ્પેન્ડ થતા તેમની જગ્યા પર બીજાની નિયુક્તિ કરવામાં આવતી છે. ત્યારે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં પણ કઈક આવું જ થતું આવ્યું છે. એક વર્ષના સમય ગાળામાં અનેક P.S.I અને P.I બદલાયા પણ કોઈ અરજીનો નિકાલ કરવાની તસ્દી પણ લીધી નથી.

CM બંદોબસ્તના રિહર્સલમાં છું : PI
છેતરપીંડી ની ઘટનાના એક વર્ષે પણ પોલીસ ફરિયાદ ન નોધવાની બાબતે દિવ્ય ભાસ્કરે ઓલપાડ પોલીસ સ્ટેશનના પી.આઈ એમ.એ સુમરાનો સંપર્ક કરતા તેમણે સી.એમ નાં બંદોબસ્તનાં રિહર્સલમાં હોવાનું કહી વધુ માહિતી આપતા વાત તાળી હતી.

તાત્કાલિક ફરિયાદ નોંધવાની હોય છે
ઘટના ભોગ બનેલ વ્યક્તિ કાયદેસરની કાર્યવાહી કરી ન્યાય મેળવવા પોલીસ સ્ટેશને આવી ઘટના બાબતે લેખિત અરજી આપે ત્યારે ગંભીર ઘટનામાં પોલીસે તાત્કલિક તપાસ કરી ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરવાની હોઈ છે. જયારે કેટલીક ઘટનાઓમાં એજજ અઠવાડિયા નાં સમય ગાળામાં તપાસ કરી અરજીનો નિકાલ કરવાનો હોઈ છે.

અન્ય સમાચારો પણ છે...