તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તોલમાપના કાયદાનો ભંગ કરવા બદલ 3 વે-બ્રીજ ધારકો દંડાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગ્રાહક પાસેથી છાપેલી કિંમત કરતા વધુ કિંમત લેવી, વજન કરતા ઓછુ આપવું જેવી અનેક તરકીબો અપનાવીને છેતરપીડી કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સુરત અને તાપી જિલ્લાની મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાના નિરિક્ષકો દ્વારા સુરત અને તાપી જિલ્લાના 2185 વેપારી એકમોની ચકાસણી અને મુંદ્દાકનની કામગીરી હાથ ધરી રૂા.24,59,708ની સરકારી ફી વસુલ કરવામાં આવી હતી. બે મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લાના વાલોડ ખાતે પ્રતાપભાઈ પુરોહિત સહિત પાંચ વેપારી એકમોની સાથે પેકેઝ કોમડીટીઝના નિયમ મુજબ પાણી અને ઠંડા પીણાની બોટલ પર વધુ ભાવ લેવા બાબતે કેસ કરી રૂા.10 હજારનો દંડનીય ફી વસુલ કરવામાં આવી હતી. આ ઉપરાંત તાપીના બુહારીના જય જલારામ વે-બ્રિજ, બારડોલીના ભારત વે-બ્રીજ અને ગરીબ નવાઝ વે-બ્રીજ ધારકોને ત્યાં ઓચીતી તપાસણી હાથ ધરીને ટેસ્ટિંગ વજન રાખેલ ન હોવાથી ત્રણેય એકમો સામે રૂા.3 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જો કોઈ ગ્રાહકોએ તોલમાપ, પેકેઝ કોમોડીટીઝ તથા ગ્રાહર સુરક્ષા અંગેની કોઈ પણ ફરિયાદ કે માર્ગદર્શનની જરૂરીયાત હોય તો મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-2, અઠવાલાઈન્સ, સુરત સંપર્ક સાધવો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો