પોલીસ પર હુમલો કરનાર 3 ચોરને 3 વર્ષની સખત કેદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

14મી માર્ચ2016ની રાત્રિ દરમિયાન નાઈટ પેટ્રોલિંગમાં નીકળેલી બારડોલી પોલીસની ટીમ પર રીઢા ઘરફોડ ચોરોએ હુમલો કયો હતો. ઘટનામાં બે પોલીસ કોન્સ્ટેબલને ગંભીર ઈજા પહોંચાડી હતી, જે અંગે બારડોલી પોલીસ સ્ટેશનમાં ઘટના અંગે બારડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા જે કેસ બારડોલી સેસન્સ કોર્ટમાં ચાલી જતાં બારડોલી સેસન્સ કોર્ટના જજે 3 આરોપીને 3 વર્ષની સખત કેદની સજાનો હુકમ કરેલ છે.

14 માર્ચ 2016ના રોજ બારડોલી પોલીસ સ્ટાફના માણસો નાઈટ પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન રાત્રિના 2.45 વાગ્યાના અરસામાં બારડોલી પંચવટી સોસાયટીના મકાન નં 9માં ચોર ઘુસ્યા હોવાની હકીકત સુરત કંટ્રોલરૂમમાંથી બારડોલી પોલીસને મળતાં નાઈટ પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસ સ્ટાફ તથા ડી સ્ટાફના માણસોને આ બાબતે ટેલિફોનથી જાણ કરી હતી. અલગ અલગ ટીમો બનાવી પંચવટી સોસાયટી તરફ રવાના કરવામાં આવ્યા હતાં. સોસાયટીના રહીશોએ પોલીસે જણાવ્યું હતું કે થોડીવાર પહેલા 20થી 25 વર્ષના ત્રણથી ચાર ઈસમો લોકો જાગી જતાં શાસ્ત્રી રોડ તરફ ભાગી ગયા હતાં. આ જાણ થતાં સ્થળ ઉપર ભેગા થયેલા પોલીસ સ્ટાફ પૈકી ભરતસિંહ ડાભી અને ધનસુખભાઈ કરશનભાઈ નાઓ શાસ્ત્રીરોડ પર આવેલ સંસ્કૃતિ રો હાઉસ તરફ તપાસ કરવા મોકલ્યા હતાં. આ દરમિયાન 4.00 વાગ્યાના અરસામાં સંસ્કૃતિ રો હાઉસના ગેટની બાજુમાં આવેલા એપાર્ટમેન્ટ પાસેના વળાંકમાં ત્રણથી 4 શકમંદ ઈસમો નજરે પડતાં પોલીસ સ્ટાફના માણસોએ તેમને ઓળખી લીધા હતાં. આગળ બારડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલા સલમાન સલીમ શેખ (રહે. બારડોલી, તલાવડી), રાહુલ ઉર્ફે વિષ્ણુ સીતારામ ભીલ (રહે. બારડોલી સુગર ફેક્ટરી, રેલવે સ્ટેશન સામે), મહંમદ ઉર્ફે મુન્નો સલીમ શેખ (રહે. બારડોલી તલાવડી) તથા અન્ય એક 20થી 25 વર્ષનો ઈસમ પોલીસ સ્ટાફના માણસો જોઈ જતાં તેઓ ભાગવા માંડ્યા હતાં. આ દરમિયાન સલમાન અચાનક પોલીસની સામે થઈ ગયો હતો. તેમજ રાહુલ અને મહંમદ ઉર્ફે મુન્નો ધનસુખની સામે આવ્યા હતાં. સલમાને પોતાની પાસેથી લોખંડની પરાયથી પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહના માથામાં મારવાનો પ્રયત્ન કરતાં પોલીસે સ્વબચાવમાં ડાબો હાથ ઉંચો કરતાં તેઓને ડાબા હાથે ઈજા પહોંચી હતી. મહંમદ ઉફે મનો સલીમ શેખે ધનસુખભાઈને બચકુ ભર્યુ હતું. ત્યારબાદ રાહુલે ભરતસિંહ અને ધનસુખભાઈ પર માર મારી ભાગી છૂટ્યા હતાં.

...અનુસંધાન પાના નં. 2

બારડોલીમાં ચોરી કરવા ઘુસ્યા ત્યારે લોકો જાગી ગયા, ભાગેલા તસ્કરોએ પોલીસ પર હુમલો કર્યો હતો

અન્ય સમાચારો પણ છે...