તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સીયોદના પરિવારને બંધક બનાવી 7.25 લાખની ધાડ કરનારા 3ને દબોચી લેવાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિયોદ ગામના માહ્યવંશી ફળિયામાં 25 મીનીટમાં પરિવારના 6 સભ્યો પર ઘાતક હથિયારથી હુમલો કરી તેમજ દેશી તમંચાથી ફાયરીંગ કરી 20 જેટલા ઘાડપાડુઓએ 7.25 લાખની ધાડની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાના ત્રણ આરોપીઓ વતન જવા માટે નીકળ્યા છે, આ બાતમી આધારે સુરત એલસીબી પોલીસે કામરેજ ચારરસ્તા પર વોચ રાખતા ઝડપી પાડ્યા હતાં. ત્રણેની પૂછપરછ કરતા ધાડની ઘટનાની કબૂલાત કરી ધાડની ઘટનાના મુદામાલના રૂપિયા લેવા વતન જતા હોવાનું જણાવ્યુ હતું.

પલસાણા તાલુકાના સીયોદ ગામે માહ્યવંશી ફળિયામાં 2જી ફેબ્રુઆરીની રાત્રે 20 થી વધુ ધાડપાડુઓ ઘાતક હથિયાર ઘણ, સળિયા, પથ્થર તેમજ લાકડા સાથે ઘૂસ્યા હતાં. અને ખેતી અને કાર્ટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા ભાવેશ દુર્લભભાઈ સિયોદિયાના ઘરન ...અનુસંધાન પાના નં. 2

સિયોદ ધાડના આરોપી ઝડપાયા.

અલગ અલગ ટીમ બનાવી રેકી કરી હતી
સીયોદ ગામે ધાડની ઘટનાના એક દિવસ પહેલ 20 ધાડપાડું કામરેજ ખાતે ભેગા થયા હતા. જ્યાં દિવસ દરિમિયાન પહેલા જિલ્લામાં અલગ અલગ ટીમ બનાવી રેકી કરી હતી. જેમાં પકડાયેલા ત્રણ ધાડપાડુઓ પલસાણા, હલધરૂ અને બારડોલી વિસ્તારમાં રેકી કરી હતી. સીયોદ ગામની રેકીમાં પણ સામેલ હતા. ત્યાંરબાદ રાત્રે બલેરો પીકઅપમાં સુરતથી બેસી સીયોદ ગામે આવી શેરડીના ખેતરમાં સંતાય રહ્યા હતાં, અને રાત્રે બહાર નીકળી ઘટનાને અંજામ આપ્યો હતો. આ સમયે પોલીસ અને લોકો આવી જતાં ભાગી સીધા કામ કરતા સુરત કન્ટ્રકશન સાઇડ પર આવી ગયા હતા.

અન્ય બે ધાડની ઘટનામાં પણ સંડોવણી
મેંડા ગેંગના ધાડપાડુઓ સીયોદ સાથે માંગરોળના પીપોદરા તેમજ મહિસાગરમાં પણ ધાડની ઘટનામાં સંડોવણી હોવાનું જાણવા મળેલ છે. પકડાયેલા ત્રણ ધાડપાડુઓને ધાડના મુદામાલનો એક પણ રૂપિયા મળ્યો ન હોવાથી વતનમાં મુદામાલમાંથી રૂપિયા લેવા જતાં પકડાયા છે. જોકે, મુખ્યસુત્રધાર પકડાયા બાદ જ જાણી શકાશે.સીયોદની ધાડની ઘટનામાં અગાઉ 2 વડોદરા પોલીસે જડપી પાડ્યા છે, જેથી કુલ 5ની ધરપકડ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો