તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરેઠ પેટિયા પાસે તાપીના છીછરા પાણી વચ્ચેના ઉંડા ખાડામાં નાહવા પડેલા બાળક સહિત 3 ડૂબ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

માંડવી તાલુકાના વરેઠ પેટીયા ગામે આવેલ રામેશ્વર મંદિરની તાપી નદીમાં સુરતથી આવેલા દર્શનાર્થીઓમાંથી 3 વ્યક્તિઓ ન્હાવા પડ્યા હતા. અચાનક છીછરા પાણીમાંથી ઊંડા પાણીમાં ડૂબવા લાગતા ત્રણેય ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા, ત્રણેના મોત થયા હતાં.

મળતી માહિતી અનુસાર સુરતના રહેવાસીઓ માંડવીના વરેઠ પેટીયા ગામે આવેલ રામેશ્વર ધામ વિસ્તારમાં ધુળેટીની રજામા આવ્યા હતા. દર્શન કર્યા બાદ તાપી નદી કિનારે પરિવારજનો બેઠા હતા તે દરમ્યાન શાંતિભાઈ નાનુભાઈ સેજલીયા(45) રહે, વ્રજલીલા રેસીડન્સી, વ્રજચોક સરથાણા સુરત સાથે અતુલભાઈ વશરામભાઈ સેજલીયા (ઉ.વ 40) રહે, નવકાર એપાર્ટમેન્ટ, પાસોદરા પાટિયા સુરત એમની સાથેનો 9 વર્ષીય બાળક રૂદ્રાશ અશ્વિનભાઈ કાથરોટિયા પણ ન્હાવા પડ્યા હતા. છીછરા પાણી વિસ્તારની ઉપર આવેલ ઉંડા પાણીના ખાડાનો ખ્યાલ ન હોવાથી ત્રણેય જોખમી ખાડા તરફ પહોંચીજતા ડૂબવા લાગ્યા હતા. કિનારે બેઠેલા પરિવારજનોએ બુમાંબૂમ કરી હતી પણ બચાવવામાં લાચાર પરિવારજનોની નજર સમક્ષ જ ત્રણેય સ્વજનો ડૂબી ગયા હતા.

...અનુસંધાન પાના નં. 2

_photocaption_માંડવીના વરેઠ પેટિયા પાસે તાપી નદીમાં ડુબેલા 9 વર્ષના બાળક સહિત 3ની લાશને બહાર કઢાઇ હતી.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો