તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપીમાં ચોરીના દાગીના વેચવા નીકળેલા 3 ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી ચણોદમાં એક બિલ્ડીંગના પહેલા માળે ચઢી બારી ખોલીને ફ્લેટમાં પ્રવેશીને દાગીનાની ચોરી કરી વેચવા નીકળેલા એક સગીર સહિત બે આરોપીની ડુંગરા પોલીસે ધરપકડ કરી છે.

વાપી ડુંગરા પોલીસ મથકના પીએસઆઇ અને તેમની ટીમ સાથે સોમવારે પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી આધારે ચણોદ ગેટ તરફ આવી રહેલા 2 ઇસમોને રોકી ચકાસણી કરાઇ હતી. તેઓ પાસેથી ચોરીના દાગીના અને મોબાઇલ મળી કુલ રૂ.17,500નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે બાબતે પૂછપરછ કરતા તેમણે જણાવ્યુ હતું કે, થોડા દિવસ પહેલા ચણોદ સ્થિત આશીર્વાદ સોસાયટીમાં પ્રથમ માળે એક ફ્લેટમાં પ્રવેશી ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપી ક્રિષ્ણા રૂકમાજી બરેડે ઉ.વ.19 રહે.ચણોદ અમરનગર નલીનની ચાલ અને એક બાળકિશોરની ધરપકડ કરી તેમણે અગાઉ પણ કોઇ ગુનો કર્યો છે કે કેમ તેની તપાસ ચાલું છે.

અન્ય સમાચારો પણ છે...