તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદિવાસી વારસાની ઝાંખી માટે 25 હજારની મેદની ઉમટી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા તાલુકાના વાંસકુઈ ખાતે તા.૫મીએ શનિવારના રોજ સાંજે ૭-૦૦ કલાકે આદિવાસી રૂઢી,પરંપરા જેમાં જન્મવિધિ, લગ્નવિધિ,મરણવિધિ વિશેષપૂજા અને રીત રિવાજ મુજબના ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ૨૫ જેટલી જંગી જનમેદની ઉપસ્થિત રહી શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમની મજા માણી હતી.

પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના કરચેલીયા હાઈસ્કુલ સામેના મેદાનમાં શનિવારે સાંજે ૭ વાગ્યે આદિવાસી રૂઢી, પરંપરા,રીત રિવાજ અને નાચણા કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં પાયરો વિધિ (છઠ્ઠી) દહાડો (બારમું) ઘર ભરણી (વાસ્તુ પૂજા) નાટક, ઉજાણી,અસલ વાજિંત્રોનું વાદન, લોકગીત, હોળી નૃત્ય ( રાઠવા સમાજ) માંદળ નૃત્ય,મહિલા તુર નૃત્ય, સિધ્ધિ ધમાલ નૃત્ય,સાથે સાથે આદિવાસી ખાના ખજાનામાં દેશી ચા,ભડકું,ચટની સાથે ચોખાના રોટલા,પનેલા,પનું,ઊંડા, ઢીકળા,ખીચડી,ઉબાડયું બફાનું નો સ્વાદ ઉપસ્થિત જન્મેદનીએ માણવાની સાથે સાથે આદિવાસી સંસ્કૃતિના ભવ્ય વારસાને નિહાળ્યો હતો.આ કાર્યક્રમમાં ૨૫ હજારથી વધુ જનમેદની ઉપસ્થિત રહી આ ભવ્ય કાર્યક્રમની મજા માણી હતી.મહુવા પો.સ.ઈ એસ.એલ.વસાવા સહિતના સ્ટાફે આ ભવ્ય કાર્યક્રમમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે એ માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો અને શાંતિ પૂર્ણ માહોલમાં કાર્યક્રમ પૂર્ણ થતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.

વાંસકુઈ ખાતે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદની.

અન્ય સમાચારો પણ છે...