આર્યમ શાળામાં 23 મો પુસ્તક સંવાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કીમ |ઓલપાડ તાલુકાના બોલાવ ખાતે આવેલી આર્યમ શાળામાં ત્રેવીસમાં પુસ્તક સંવાદમાં ગીતા પ્રેસ ગોરખપુર પ્રકાશિત મહાકુંભ પર્વ પુસ્તક ઉપર પુસ્તક સંવાદ શાળાના કેમ્પસ ડિરેક્ટર વિરલભાઈ દેસાઈ દ્રારા આપવામાં આવ્યો હતો શાળા આચાર્ય મનસુખભાઇ કાકડીયા, વક્તા વિરલભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. સ્કંધપુરાણમાં ઉલ્લેખિત દેવાસુર સંગ્રામ અને તે બાદ કરાયેલ સમુદ્ર મંથન તેમજ સમુદ્રમંથનની ઘટનાને શ્રોતાઓ સમક્ષ રજુ કરાઈ હતી. સમગ્ર બ્રહ્માંડમાં ૧૨ સ્થાનો અને તે પૈકી પૃથ્વીનાં ચાર સ્થાનોએ થતા કુંભ,પૂર્ણ કુંભની માહિતી આપી હતી. કુંભ સ્નાનથી મન પવિત્ર થવાના વૈજ્ઞાનિક કારણો પણ છે. આવા સંજોગો વાયુમંડળમાં જ્યારે જ્યારે ઉભા થાય ત્યારે જ કુંભ આયોજાય છે. ઉપરાંત કુંભમાં મન શુદ્ધિ કરવા માટે ધર્મસભાઓ થતી હોય છે અને દાન થકી ધન શુદ્ધિ થાય છે.વિશ્વભરમાં થતા જનસંગ્રહ કાર્યક્રમોમાં સૌથી મોટો સંગ્રહ કુંભમેળો છે. સાધુ સંતોની પ્રવેશાઈ અને રાજયોગી સ્નાનને મોગલ શાસન દરમિયાન શાહી સ્નાન કહેવાયું. નવાઈની વાત એ છે કે બાર થી પંદર કરોડ લોકો ભેગા થતા હોવા છતાં એક પણ અનિચ્છનીય બનાવ બનતો નથી. હવે પછી વર્ષ ૨૦૨૧ માં કુંભના યોગ થઈ રહ્યા હોવાથી તે સમયે હરિદ્વાર ખાતે કુંભમેળો થશે.

અન્ય સમાચારો પણ છે...