તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

200 દિવ્યાંગ વિદ્યાર્થીએ પતંગ ઉડાડી આનંદ લૂંટયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગણદેવી ધ.ના. ભાવસાર શાળા (બી.આર.સી.ભવન) પટાંગણમાં શનિવાર સવારે નવસારી જિલ્લા પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પતંગોત્સવ યોજાયો હતો. જેમાં 200 વિદ્યાર્થીઓએ ઉતરાણ પૂર્વે આનંદ ઉમંગ સાથે પતંગ ઉડાવવાની મજા માણી હતી. મેદાનમાં નાના બાળકો અને આકાશમાં રંગબેરંગી પતંગો દેખાયા હતા. સૌએ પતંગની જેમ બધા બાળકો ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામનાઓ આશીર્વાદ પાઠવી હતી.

આનંદ અને ઉત્સાહનો તહેવાર એટલે ઉત્તરાયણ આપણી સંસ્કૃતિમાં પ્રકૃતિ પૂજાનો અનોખો સંદેશો ઉત્તરાયણ આપે છે. પતંગોત્સવ પારિવારિક પર્વ છે. જેનો આબાલ વૃદ્ધ સૌ કોઈ મજા માણે છે. સામાન્ય બાળકોની જેમ દિવ્યાંગ બાળકો પણ ઉત્તરાયણ માણે એવા ઉદ્દેશ્ય સાથે ઉતરાયણ પર્વ અગાઉ અનેક સ્થળોએ પતંગોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. નવસારી સમગ્ર શિક્ષા આઇઇડી વિભાગ દ્વારા જિલ્લાભરની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં દિવ્યાંગ બાળકો માટે ગણદેવી ધ.ના ભાવસાર શાળા પટાંગણમાં શનિવાર સવારે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારી જિલ્લામાંથી 200 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પોતાના વાલી સાથે ભાગ લેવા પહોંચ્યા હતા. બાળકોને પતંગો અને દોરા-ફીરકીઓ વિનામૂલ્યે અપાઈ હતી. પવન સાથે ઉડતા કલાત્મક પતંગોના કરતબો જોઈ દિવ્યાંગો પણ ખીલી ઉઠ્યા હતા. તેમણે ઉત્તરાયણ પર્વની મજા માણી હતી. જિલ્લા કચેરીના નિકેતાબેન દેસાઈ, ગણદેવી બીઆરસી કો.ઓર્ડીનેટર હાર્દિક સોની, જીગ્નેશભાઈ, સુજીતભાઈ, ચિરાગભાઈ હાજર રહ્યા હતા. તેમણે દિવ્યાંગોનો ઉત્સાહ વધારી પતંગોત્સવ પરંપરાને ધબકતી રાખવાનો પ્રયાસ કર્યો હતો.

ગણદેવીમાં પતંગ ઉડાડવાની મજા માણતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો