તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાંકલમાં ઠાકોર ચૌધરી સહિત 200 ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળ તાલુકાના વાંકલ ગામના ભાજપના સક્રીય કાર્યકર ઠાકરોભાઈ વંજીભાઈ ચૌધરી સહિત 200થી વધુ કાર્યકરોએ ભાજપ પક્ષમાંથી છેડો ફાડી કોંગ્રેસ પક્ષમાં જોડાયા જતાં બારડોલી લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર ડો. તુષાર ચૌધરીએ કોંગ્રેસનો ખેંચ પહેરાવી વિધિવત પ્રવેશ આપ્યો હતો. વાંકલના ઠાકોરભાઈ ચૌધરી પક્ષમાં છેલ્લા પંદર વર્ષથી સક્રિય કામગીરી કરતા હતા પંરતુ ભાજપના આગેવાનોની નીતિરીતિથી નારાજ થયા હતા. 9મીના રોજ વાંકલ ખાતે ઝંખવાવથી નીકળેલી કોંગ્રેસની પ્રચાર રેલી વાંકલ ગામે આવતાં કોંગ્રેસના ઉમેદવાર તુષારભાઈ ચૌધરી અને કોંગી આગેવાનોએ ભાજપના કાર્યકરોને આવકાર્યા હતાં. ગામના નીતેશભાઈ ચૌધરીએ 25 જેટલા યુવા કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાય જતાં કોંગ્રેસના આગેવાનોએ વિધિવત 200થી વધુ કાર્યકોરને કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...