તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

20 દિ’ લગ્નની ધૂમ, 12 શુભમુહૂર્ત : 14 ડિસેમ્બરથી કમુરતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી સહિત વલસાડ જિલ્લામાં તુલસી વિવાહ (દેવઉઠી અગિયાર) બાદ શુભ કાર્યોનો પ્રારંભ થયો છે. હવે શિયાળુ લગ્નોત્સવનો પ્રારંભ થશે. 19 નવેમ્બરે શિયાળુ લગ્નના પ્રારંભ સાથે 8 ડિસેમ્બર સુધી લગ્નની ધુમ રહેશે. માત્ર 20 જ દિવસમાં 12 લગ્નના શુભ મુહૂત છે. જયારે 14 ડિસેમ્બરથી 1 માસ સુધી કમુરતાનો પ્રારંભ થશે.

આ વર્ષોે 16 નવેમ્બરે સૂર્યનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરે છે. જેથી હજુ 10 દિવસ બાદ 19 નવેમ્બરે શિયાળુ લગ્નોત્સવની ઉજવણી માટે પ્રથમ શુભ મુહૂર્ત આવશે. વાપી નજીક આવેલાં લવાછા ભવાની માતા મંદિરના યોગેશભાઇ મહારાજે જણાવ્યું હતું કે 19 નવેમ્બરે લગ્ન સિઝનના પ્રારંભ બાદમાં માત્ર 20 જ દિવસમાં લગ્ન માટે 12 મુહૂર્ત શુભ છે. શિયાળુ લગ્નોત્સવના પ્રથમ તબક્કા 19 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી લગ્નની ધૂમ રહેશે. તુલસી વિવાહ પૂર્ણ થયા બાદ હવે શિયાળુ લગ્નોત્સવનો આરંભ થશે. જે 19 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી ચાલશે. બાદમાં તા.14 ડિસેમ્બરથી એક માસ ધનારક (કમૂરતા) તરીકે આવશે. જેમાં માંગલિક કાર્યો અશુભ મનાય છે. ત્યાર પછી ઉત્તરાયણ, મકર સંક્રાંતિ બાદ લગ્ન ગાળો આરંભ. આમ હવે થોડા દિવસોમાં લગ્ન સિઝનનો પ્રારંભ થશે. વાપી-વલસાડના લગ્ન હોલો અત્યારથી હાઉસફુલ થઇ ગયાં છે. 19 નવેમ્બરથી જિલ્લામાં લગ્નની ધુમ રહેશે. શિયાળુ લગ્નોત્સવ પૂર્વે લોકોએ હોલ અને લગ્નના સ્થળ નક્કી કરી દીધા હતાં. ઓછા મુહૂર્ત હોવાના કારણે લોકોએ અન્ય સ્થળો પણ લગ્નના કાર્યક્રમ રાખવાની ફરજ પડી રહી છે. લગ્નોત્સવને હવે ગણતરીના જ દિવસો બાકી રહેતા તેની તૈયારીમાં લોકો વ્યસ્ત બન્યા છે. અવનવા પોષાકની ખરીદી કરી રહ્યા છે.

શિયાળુ લગ્નોત્સવમાં કયા શુભ મુર્હુત
દાંડીવલીના ભાગવત કથાકાર વિજયભાઇ દવેએ જણાવ્યું હતું કે શિયાળુ લગ્નોત્સવના પ્રથમ તબક્કામાં માત્ર 20 જ દિવસમાં 12 દિવસ લગ્ન માટેના શુભ મુહૂર્ત છે. જેમાં નવેમ્બર તા.19, તા.20, તા.21, તા.23, તા.28, તા.30 ડિસેમ્બર તા.1, તા.2, તા.3, તા.5નો સમાવેશ થાય છે. 14 ડિસેમ્બરથી કમુરતાનો પ્રારંભ થશે. કમુરતા બાદ ફરી લગ્ન સિઝન તથા શુભ કાર્યનો પ્રારંભ થશે. હાલ થોડા દિવસોમાં વલસાડ-વાપી સહિત જિલ્લામાં શિયાળું લગ્ન ઉત્સવનો પ્રારંભ થશે.

અન્ય સમાચારો પણ છે...