તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મગરકૂઇ ગામ નજીક 2 બાઇક ભટકાતા 2 યુવકોને ગંભીર ઇજા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાલોડ તાલુકાના દેગામાં ગામના બે યુવાનો મોટરસાયકલ લઇને મગરકુઇ પાટિયા પાસે પસાર થઇ રહ્યાં હતા તે દરમિયાન સામે થી આવતી એક મોટરસાયકલ ચાલકે પુરપાટ ઝડપે આવી યુવાનો ની મોટરસાયકલને અથડાવી દેતા અકસ્માત કર્યો હતો જે અકસ્માત માં બે યુવાનો ને ગંભીર ઇજા પહોચી હતીજે પેકી એક ને સારવાર માટે સુરત ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજીયું હતું.

વાલોડ તાલુકાના દેગામ ગામની સિમમાં જીગ્નેશભાઈ ગામીત (30) અને તેના મિત્ર સતિષભાઈ ગામીત ગત 21 મી ફેબ્રુઆરીના રોજ કામકાજ અર્થે મોટરસાયકલ પર વ્યારા તરફ નીકળ્યા હતા જે દરમિયાન વ્યારા તાલુકાના મગરકુઇ પાટિયા પાસે પસાર થઇ રહ્યા હતા. ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવતી મોટરસાયકલ નં જીજે 26-એચ - 7068ના ચાલાક મોટરસાયકલના સ્ટેરીંગ પર કાબુ ગુમાવી દેતા યુવાનોની મોટરસાયકલ સાથે અથડાવી દેતા અકસ્માત થયો હતો જેમાં મોટરસાયકલ પર સવાર જીગ્નેશભાઈ ગામીત ને ગંભીર ઇજા થતા તેમને સારવાર માટે સુરત ખાતે ખસેડાયા હતા.જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજીયું હતું. જે નાગે મરનાર ના ભાઈ જગદીશભાઈ ગામીત એ વ્યારા પોલીસ માં ફરિયાદ નોંધાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો