તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપીમાં દારૂ સાથે 2 ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી જીઆઇડીસી પોલીસે મંગળવારે સાંજે ચારરસ્તા ઉપર દમણથી આવતી કાર નં.એમએચ-02-ડીએન-9457ને અટકાવી ચકાસણી કરતા અંદરથી દારૂની 90 બોટલ કિં.રૂ.45,000 મળી આવતા વિશાલ વાઘમોરે રહે.નવી મુંબઇ અને વિશાલ કિશન પવાર રહે. નવી મુંબઇની ધરપકડ કરી હતી. મહારાષ્ટ્રમાં દારૂ મોંધો મળતો હોય દમણમાં સસ્તો દારૂની ખરીદી કરી તેઓ પરત મુંબઇ જવા નીકળ્યા હતા. બંને પૈકી એક મુંબઇના એરપોર્ટ ઉપર નોકરી કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુ તપાસ વાપી જીઆઇડીસી પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...