તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2 બાઈક ભટકાતાં ઘવાયેલા કલમકૂવાના યુવકનું મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવી તાલુકાના સઠવાવ ગામ નજીક રસ્તા પર બે બાઈક અથડાતાં કલમકૂવા ગામના યુવકને ગંભીર ઇજા થઇ હતી આ યુવકે ને સારવાર માટે સુરત સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

આ અંગે મળેલ વિગત મુજબ કલમકૂવા તા.માંડવી ખાતે રહેતા જશવંતભાઈ છોટુભાઈ ચૌધરી ગત ચોથી ફેબ્રુઆરીએ કામ અર્થે પોતાની બાઈક લઇ માંડવી તરફ ગયા હતા.એઓ સાંજના 6 વાગ્યાના સુમારે બાઈક લઇ પરત પોતાના ગામ જવા નીકળ્યા હતા. એઓ સઠવાવ ગામ નજીક થી પસાર થતા હતા ત્યારે સામેથી આવતી એક બાઈક નંબર (GJ-19-S-2606)ના ચાલકે પોતાની બાઈક પૂરઝડપે હાંકી જશવંતભાઈની બાઇકને ટક્કર મારી હતી. આ બનાવમાં જશવંતભાઈ ચૌધરીને માથાના ભાગે ગંભીર ઇજા થતા એમને સારવાર માટે સુરત સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ગત 10મી એ એમનું મોત થયું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો