તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોવંશની હેરાફેરી કરતા ટેમ્પો સાથે 2 ઇસમોને ઝડપી પડાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પલસાણા પોલીસને બાતમી મળી હતી કે એક ટેમ્પામાં બે ગાય તેમજ એક વાછરડાને કુરતા પૂર્વક ગેરકાયદેસર રીતે ભરીને જઈ રહ્યા છે. જેને લઈ પલસાણા પોલીસે હાઇવે પર વોચ ગોઠવી ટેમ્પામાંથી 2 ગાય તેમજ 1 વાછરડાને છોડાવી બે ઈસમોને ઝડપી પાડી આગળની તજવીજ હાથધરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર પલસાણા પોલીસે બાતમી મળી હતી કે નવસારી તરફથી એક છોટા હાથી ટેમ્પો નંબર (GJ- 21 W- 5633)માં 2 ગાય તેમજ 1 વાછરડાને કુરતા પૂર્વક બાંધી પલસાણા તરફ લઈ જઈ રહ્યા છે. ત્યારે પલસાણા પોલીસે હાઇવે પર વોચ ગોઠવી બાતમી વાળા ટેમ્પાને ઉભો રખાવી તેમાંથી 2 ગાય તેમજ એક વાછરડુને બહાર કાઢી ટેમ્પા ચાલક સુનિલભાઈ ધીરુભાઈ હળપતિ (32) (ઉગત ગામ વદફળિયુ જી.નવસારી) તેમજ બાજુની સિટ પર બેઠેલ નટુભાઈ કીકભાઈ પટેલ ઉ.વ (40) (રહે નિહાલી નવિન વસાહત તા.મહુવા જી.સુરત) નાઓને ઝડપી પાડી ટેમ્પો કિંમત 70 હજાર તેમજ બે ગાયની કિંમત 4500 મળી કુલ 74,500નો મુદ્દામાલ કબ્જે કરી ગેરકાયદેસર રીતે મૂંગા જાનવરોની કરવાના કાયદા હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો