તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચણોદ પંચાયતના 2 કરોડના બજેટ સર્વાનુમત્તે બહાલી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વાપીના ચણોદ પંચાયતના વર્ષ 2020-21ના બજેટ માટે શુક્રવારે સામાન્ય સભા મળી હતી. જેમાં 2.04 કરોડના બજેટને સર્વાનુમત્તે બહાલી આપવામાં આવી હતી. વર્ષ દરમિયાન 1.81 કરોડની આવક અંદાજવામાં આવી છે. બજેટ બાદ ચણોદ પંચાયત વિસ્તારમાં વિકાસના કામોના હાથ ધરાશે.

વાપી તાલુકાના ચણોદ પંચાયત કચેરીમાં સરપંચ જીતેન્દ્ર માયાવંશીની અધ્યક્ષતામાં શુક્રવારે સામાન્ય સભા મળી હતી. વર્તમાન બોડીના આ ચોથા બજેટમાં તલાટી જૈમિનભાઇ રાવલની ઉપસ્થિતિમાં સભાની કાયર્વાહી શરૂ કરાઇ હતી. જેમાં વર્ષ 2020-21નું કુલ 2.04 લાખનું બજેટ રજુ કરવામાં આવ્યુ હતું. જેમાં આવક 1.81 કરોડ, ખર્ચ 1.78 કરોડ અંદાજવામાં આવી છે. પુરાંત 25.50 લાખની રહેશે. 31-3-2021ના દિને સિલક 22.90 લાખ રહેશે. સરપંચ જીતુભાઇએ જણાવ્યુ હતું. બજેટને સર્વાનુમત્તે મંજુરી મળ્યા બાદ હવે આયોજનમાં લીધેલા વિકાસના કામો હાથ ધરાશે. અનેક નવા કામો હાથ ધરવામાં આવનાર છે. જેથી ચણોદવાસીઓને નવી સુવિધા મળી રહેશે. ચણોદ ગામની વસ્તીમાં ધરખમ વધારો થઈ રહ્યો હોય વિકાસના કામોને વેગ જરૂરી છે.

બજેટમાં1.81 કરોડની આવક અંદાજી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો