તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડોદરામાં ચોરીની બાઇક સાથે 2 પકડાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કડોદરા પોલિસને મળેલી બાતમી આધારે નંબર વગરની મોટરસાઈક પર જઈ રહેલા 2 ઇસમોને થોભાવિ પૂછપરછ કરતા તેમણે બાઈક ચોરીની હોવાનું કબુલ્યું તેમજ આ ગુન્હામાં બીજા એક ઇસમની સંડોવણી બહાર આવતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર કડોદરા જી.આઈ.ડી.સી.પોલિસમાં ફરજ બજાવતા અ.હે.કો.કિરણસિંહ લક્ષ્મણસિંહ તેમજ આ.પો.કો.વિક્રમભાઈ ગંધુભાઈનાઓને બાતમી મળી હતી કે ચોરીની હોન્ડા સાઈન મોટરસાઈક સાથે બે ઈસમો પલસાણા તરફથી કડોદરા તરફ જઈ રહ્યા છે. જે અરસામાં તેઓએ બાતમી આધારે ચલથાણ ગામની સીમમાં પ્રિન્સ હોટલ નજીક વોચ ગોઠવીને 2 અજાણ્યા ઈસમોએ ઝડપી પાડી પૂછપરછ કરતા મોટરસાઈક ચોરીની હોવાનું ખુલ્યું તેમજ તેઓએ તેનું નામ તેમજ ઇ.ગુજકોપ એપ્લિકેશનની મદદથી ગાડી અંગે તપાસ કરતા 2 ઈસમો પાસેથી મળેલી મોટરસાઈક ગત 28મી ડિસેમ્બરના રોજ પલસાણા ખાતે આવેલ સંતકૃપા સિલ્ક મિલના પાર્કિંગમાંથી ચલથાણ ખાતે રહેતા પુરનસિંગ રાજપૂતની GJ 05 MP 4265 હોવાનું જણાયું હતું કડોદરા પોલસે 20 હજારના કિંમતની મોટરસાઈક સહિત 20 હજારના બે મોબાઈલ મળી 40 હજારનો મુદ્દામાલ કબ્જે કરી બને ઇસમની અટકાયત કરી આ ગુન્હાના વધુ એક ઇસમની સંડોવણી બહાર આવતા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

ઝડપાયેલા ઈસમો
રાનુ ઉર્ફે સાહિલ લૂકમાન મન્સૂરી ઉ.વ 23 તેમજ

અજીમ અઝીઝ મંશુરી ઉ.વ 22 બને રહે( બલેશ્વર ગામ મડ્રેસાની ચાલ રૂમ 52, મૂળ નવા પટેલ નગર તા.થાના જાલોન જી.એરાયા ઉત્તર પ્રદેશ)

બંટી મનશુરી નામના ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો