તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિઝરમાં ધુળેટીના દિવસે 2 અકસ્માત,1નું મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નિઝર કુકરમુંડા તાલુકામાં ધુળેટીના દિવસે બે અકસ્માતની ઘટના બની હતી.જેમાં નવું નેવલા પાસે બનેલી અકસ્માતની ઘટનામાં એક મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.જ્યારે બીજી ઘટના ખોડદા અને આડદા ગામની વચ્ચે એક ટેમ્પો પલ્ટી મારી જતા ટેમ્પોમાં સવાર 8 જેટલા વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઉચ્છલ નિઝર સ્ટેટ હાઇવે પર નિઝર તાલુકાના નવું નેવાળાં પાસે અજાણ્યા ફોર વ્હીલ ચાલકે નેવાળા ગામના બાઈક ચાલકને અડફેટે લેતાં બાઈક પર સવાર 70 વર્ષની મહિલા કુશાબેન છોટ્યાભાઈ પાડવીનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું.અને બાઈક ચાલકને પણ ઈજાઓ પહોંચી હતી. જ્યારે બીજા અકસ્માતમાં નવું નેવાળા ગામથી માત્ર એક જ કી.મી.ના અંતરે આવેલા ખોડદા અને આડદા ગામ પાસે ટેમ્પોને અક્સ્માત થયો હ્તો.ઉચ્છલ તાલુકાના શિવાજીગામના લોકો હોળીનો મેળો જોવા મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના મોલગી ગામે ટેમ્પો (GJ.26.T.6552) લઈને જતા હતા. તે દરમિયાન ખોડદા અને આડદા ગામ પાસે ટેમ્પોના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટેમ્પો રસ્તા પર પલટી મારી ગઈ હ્તો..જેમાં ટેમ્પોમાં સવાર લોકોને નાની મોટી ઈજાઓ થતા કોઈ જાગૃત નાગરિકે 108 નો સંપર્ક કરીને નિઝરના સરકારી દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા. જેમાં 8 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પોહચી હતી.અને નિઝર સરકારી દવાખાના માંથી ગંભીર ઇજાઓ પહોંચેલા 4 જેટલા લોકોને વધુ સારવાર માટે નંદુરબાર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતાં.

નેવાળામાં કારે બાઇકે અડફેટે લીધી, ખોડદા ગામ પાસે ટેમ્પો પલટી ગયો

ટેમ્પોમાં સવાર 8 જખમી, 4ને ગંભીર ઈજાઓ થતા નંદુરબાર હોસ્પિટલમાં દાખલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો