Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સેલવાસમાં દુકાનદારને નકલી નોટ આપનાર 2ને 5 વર્ષની સજા
સેલવાસના પીપરીયા ઔદ્યોગિક વિસ્તારમા 9જાન્યુઆરી 2019ના રોજ નિર્મલ કુમાર મરાંડીને બે યુવકો દ્વારા બે હજારની બે નકલી નોટો આપી સામાન ખરીદી ગાયબ થઇ ગયેલા.ત્યાર બાદ ફરી આ યુવકો નિર્મલકુમારની દુકાને આવી નકલી નોટ ચલાવવાની કોશિસ કરી હતી.દુકાનદારે બે યુવકોમાંથી એક રિતેષકુમાર ગંભીરસિંહને પકડી પાડ્યો હતો અને એને સેલવાસ પોલીસના હવાલે કર્યો હતો. દુકાનદારની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી હતી. જરૂરી તપાસ બાદ પોલીસે કોર્ટમાં ચાર્જ સીટ કરી હતી. જે કેસમાં સેલવાસ શેસન કોર્ટના જજ ઉજ્જવલા અને નંદેશ્વરે સજા સંભળાવતા આરોપી રીતેષકુમાર ગંભીરસિંહ અને એનો ફરાર સહયોગીને 5 વર્ષની જેલ અને પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો ને જો એ દંડ ન ભરે તો વધુ છ મહિનાની સજાનું પ્રાવધાન કર્યુ હતું.આ કેસમાં સરકારી વકીલ અર્નાલ્ડો દ્વારા આરોપીઓ વિરુદ્ધ સબૂત રજુ કરી અને ઇન્ડિયન પીનલ કોડ 1860ધારા 489ઈ 235(2)સીઆરપીસી 263 મુજબ આરોપ મુકવામાં આવેલા. સત્ર ન્યાયાધીશે આરોપીઓને અલગ અલગ આઇપીસીની ધારાઓમાં દોષી ઠેરવી ચુકાદો આપ્યો હતો.આરોપી રીતેશકુમાર સાથે ફરાર આરોપી કન્હૈયાકુમાર પણ આ જ કલમો મુજબ સજાનો હકદાર ગણાશે.
બીજી વખત પણ નકલી નોટ પધરાવા જતા ઝડપાયા હતા