તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પારડી મામલતદાર કચેરી પાસેથી પલસાણા તરફ જતો 1.80 કિલોમીટરના

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પારડી મામલતદાર કચેરી પાસેથી પલસાણા તરફ જતો 1.80 કિલોમીટરના ખરાબ માર્ગને બનાવવાની સરકારે મંજુરી આપી દીધી છે. 45 લાખના ખર્ચે આ માર્ગની નવીનીકરણની કામગીરી થોડા સમયમાં હાથ ધરાશે. પારડી ધારાસભ્ય કનુુભાઇ દેસાઇએ આ માર્ગ માટે રજૂઆત કરી હતી. જેેના કારણે પલસાણા ગંગાજીના મેળામાં અવર-જવર માટે લોકોને રાહત મળી શકે તેમ છે.

પારડી ધારાસભ્ય અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇના પ્રયાસોના કારણે પારડી તાલુકાના અનેક ખરાબ માર્ગોને મંજુુરી મળી છે. ત્યારે પારડી મામલત કચેરીને અડીને પોણિયા ફળિયાથી પલસાણા રોડ જતાં માર્ગને ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજુરી આપવામાં આવી છે. 1.80 કિ.મી. માટે રૂ. 45 લાખની ફાળવણી કરાઇ છે. ખાસ મરામત 2019-20 અંતગર્ત આ રોડની નવીનીકરણ માટે અધિક્ષક ઇજનેર સુરતે જોબ નંબરની ફાળવણી પણ કરી દીધી છે. મામલતદાર કચેરી પોણિયા ફળિયાથી પલસાણા તરફ જતો માર્ગનો સૌથી વધારે લોકો ઉપયોગ કરે છે. ઉમરસાડી,પલસાણા,મોતિવાડા સહિતના ગામો વચ્ચે કનેકટિવિટી વધે તે માટે વચ્ચે કોઝવે આગળ કાચા રસ્તાની મરામત કામગીરી તાતી જરૂરિયાત છે. આ મરામત કામગીરી પૂર્ણ થાય તો ગંગાજીના મેળામાં અવર-જવર માટે હજારો લોકોને સુવિધા મળી શકે તેમ છે. સરકીટ હાઉસમાં સંકલનની બેઠકમાં પારડી તાલુકા ભાજપ પ્રમુખ મહેશ દેસાઇ, તાં.પં.પ્રમુખ નરેશ પટેલ, જિ.ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઇને રજૂઆત થઇ હતી. ત્યારે પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇ આ માર્ગને પહોળો કરવા તથા કોઝવે આગળ મરામત કામગીરી માટે જવાબદાર વિભાગને સૂચના આપે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો