તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયણ ગામમાં રહેતી 17 વર્ષીય તરૂણીનું લગ્નની લાલચે અપહરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાયણ સુગર રોડ ખાતે રહેતા પરિવારની સગીર વયની એકની એક દીકરી બે મહિના પહેલા સાયણ ગામ ખાતે સીવણ ક્લાસ કરવા જતી વખતે રોડ પર ઉભી રાખી તેને લગ્નની લાલચે પતાવી ફોસલાવી અપહરણ કરીને લઈ જવાની ઘટનાનાં બે મહિના બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ઓલપાડ તાલુકાના સાયણ ગામે રહેતા અને મૂળ વાઘજી પુર મતિયા ફળિયું, તા-સહેરા, જીની નિર્ભયા [પાત્રનું નામ બદલું છે] ઉ.વ ૧૭ જે સાયણ ગામ આદર્શનગર-૧ સોસાયટીમાં સીવણ ક્લાસ કરવા માટે જતી હતી. ત્યારે ગત તારીખ ૧૪-૦૨-૨૦૧૯ નાં રોજ નિર્ભયા સવારે ૧૦ વાગ્યાના અરસામાં તેની બેનપણીઓ સાથે સાયણ ખાતે સીવણ ક્લાસ જવા માટે નીકળ્યા બાદ બપોરે તેની બેનપણીઓ ઘરે પરત થઈને નીર્ભયાના ઘરે આવી તેના માં બાપને કહ્યું હતું કે, સવારે ૧૨ વાગ્યાના અરસામાં સાયણ સુગર વાય સર્કલ પાસેથી એક ફોર વ્હીલર કારમાં બેસીને નિર્ભયા કોઈ સાથે ચાલી ગઈ છે. ત્યાંરે તેની શોધખોળ કરતા જાણવા મળેલ કે નીર્ભયાને એક વર્ષ પહેલા તેમના ગામમાં રહેતા પ્રકાશ ગણપત બારીયા (રહે વાઘજી પુર, જી-પંચમહાલ) સાથે ભાગી ગયેલી અને હાલ પણ તેજ ભગાડીને લઈ ગયો હોવાની શક્યતા પોલીસ સમક્ષ વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...