તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેલ ટ્રેનમાં મહિલા યાત્રીની 17 લાખના દાગીનાની બેગ ચોરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ અને વાપી સ્ટેશન વચ્ચે ટ્રેનના રીઝર્વ કોચમાંથી યાત્રીઓના સામાનની ચોરીના બનાવો વધી રહ્યા છે. બુધવારે ગુજરાત મેલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુંબઇના પરિવારની 17 લાખ રૂપિયા ભરેલી બેગ તસ્કરો ચોરી કરી ગયા હતા. વલસાડ સ્ટેશન ગયા બાદ કોઇ યાત્રી બેગની ચોરી કરી ગયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

મુંબઇના બ્રીચ કેન્ડી હોસ્પિટલ નજીક લક્ષ્મી મહલમાં રહેતા 52 વર્ષના દક્ષાબેન ધર્મેન્દ્ર દેસાઇ તેમની બે બહેનો સાથે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે અમદાવાદ ગયા હતા. દક્ષાબેન દેસાઇ અને તેમની બે બહેનો લગ્ન સમારંભ પૂર્ણ થયા બાદ અમદાવાદથી મુંબઇ આવવા માટે ગુજરાત મેલ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. 3જી જાન્યુઆરીનો રોજ રાત્રીએ ફરિયાદીએ ગુજરાત મેલમાં રીઝર્વ કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન રાત્રીએ તેઓ પોતાના બર્થ ઉપર સુઇ ગયા હતા. મળસ્કે અંદાજે પોણા ચાર વાગ્યાના સુમારે જ્યારે તેઓ અચાનક નીંદરમાંથી જાગ્યા તો તેમના માથે નીચે રાખેલું દાગીના ભરેલું પર્સની ચોરી થઇ ગયું હોવાનું જણાયું હતું. દક્ષાબેન દેસાઇએ મુંબઇ પહોંચીને તેમના પર્સની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ તેમના પર્સમાં 7 લાખની કિંમતના કુલ ચાર સોનાના સેટ, 1.50 લાખનો ડાયમન્ડ સેટ, 1.50 લાખની ફિંગર રિંગ આ ઉપરાંત અન્ય ગોલ્ડ અને ડાયમન્ડના ઓરર્નામેન્ટસ મળી કુલ 17 લાખના દાગીનાની ચોરી થઇ હોવાનું જણાવાયું છે. મુંબઇ પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ લઇને આ કેસની વધુ તપાસ વાપી રેલવે પોલીસને સોંપી છે.

અન્ય સમાચારો પણ છે...