તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

150 યુવકો ગોલણને પ્લાસ્ટિકમુકત કરવા જોતરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ તાલુકાના ગોલણ ગામમાં પ્લાસ્ટીકનો ઉપયોગ નહીં કરવા અંતર્ગત ફળીયામાં આજે નવરાત્રીના શુભ દિવસથી શરૂઆત કરવામાં આવી હતી, ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગોલણના 150થી વધારે નવયુવાનો ગામમાં સ્વચ્છતા અભિયાન “કલીન ગોલણ, ગ્રીન ગોલણ “ અંતર્ગત 150થી વધારે નવયુવાનો જોડાયાહતા. આજે સવારે નવ વાગ્યે થી ચાર વાગ્યા સુધી ફળીયામાં સાફસફાઈ અભિયાન શરૂ કર્યું હતું.

ગોલણ ગામમાં નવયુવાનો નું ગ્રુપ દ્રારા ટ્રુ વ્હીલ, ફોર વ્હીલર,બાઈક પર સ્ટીકર,બેનરો લઈને જનજાગૃતિ અભિયાનમાં ગામના આગેવાન જયંત ચૌધરી, ઉમાકાન્ત ચૌધરી, આદિજાતિ મહામંત્રી પંકજ ભાઈ ચૌધરી સહિતના અનેક લોકો સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાયા હતા. અને પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ નહીં કરવા માટે સંકલ્પ બધ્ધ થયા હતા.આ અભિયાન અંતર્ગત પંકજ ભાઈ ચૌધરી એ જણાવ્યું કે ગામના નવયુવાન દ્રારા ગ્રુપ બનાવવામાં આવ્યું છે. એમના સહયોગથી “ સ્વચ્છ ગોલણ કલીન ગોલણ’’ અને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા માટે સ્વયંભૂ સંકલ્પ કર્યો છે. જે પ્લાસ્ટિકના ઉપયોગથી થતાં ગેરફાયદાની સમજ આપવામાં આવી હતી.

ગોલણ ગામને પ્લાસ્ટિક રહિત બનાવવામાં જોતરાયેલા યુવાનો.

અન્ય સમાચારો પણ છે...