તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિંભોરા ગામના 150 પરિવારો પાણી માત્ર 1 હેન્ડપંપ પર નિર્ભર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કુકરમુન્ડા તાલુકાના નિભોંરા ગામના આદિવાસી પ્લોટ ફળિયામાં છેલ્લા ત્રણ- ચાર દિવસથી પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. ગામના લોકો હેન્ડ પંપનું ખરાબ પાણી પીવા મજબુર બન્યા છે.જેથી ગામના લોકોને પાણીની સમસ્યાને તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગણી ઊઠી છે.

મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના છેવાડાના કુકરમુન્ડા તાલુકાના નિભોંરા ગામમાં આદિવાસી પ્લોટ ફળિયામાં 150 જેટલા કુટુંબો વસવાટ કરે છે. જ્યાં પીવાના પાણીની સમસ્યા છેલ્લા ત્રણ ચાર દિવસથી થઇ છે. આ ગામમાં પીવાના પાણીની તેમજ ઘર વપરાશ માટે પાણી એકઠું કરવામાં લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ગુહિણીઓને પીવાનું પાણી લેવા માટે બીજા ફાળિયામાં કે, ખેતરના કૂવાઓમાંથી પાણી લેવા જવું પડે છે. ગામના જાગૃત નાગરિક મંગલસીંગભાઈએ તલાટીને બે વાર મૌખિક રજૂઆત કરી હોવા છતાં કોઈ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી.

આ ફળિયામાં સરકારે નિર્માણ કરવામાં આવેલી મોટી ટાંકી તેમજ વનબંધુ યોજનામાંથી નિર્માણ કરવામાં આવેલી એક મીની પાણી ટાંકી છેલ્લા ત્રણ મહિનાથી બંધ હાલતમાં છે .જેના કારણે સમસ્યા સર્જાય છે. આ ફળીયામાં ત્રણ હેન્ડ પંપ છે, જેમાંથી બે બંધ હાલતમાં અને જે એક માત્ર હેન્ડ પંપ ચાલુ છે. જેમાંથી ખરાબ પાણી આવે છે.

પાણીની બીજી કોઈ સુવિધા ન હોવાથી લોકો આ ખરાબ પાણી પીવામાં મજબુર બન્યા છે. જયારે આ ખરાબ પાણી પીવાથી લોકોમાં ગંભીર બીમારીઓ અને મોટો રોગચાળો ફાટી નીકળે તેવો ભય લોકોમાં જોવા મળી રહ્યો છે. સરકારી તંત્ર અને ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી નિભોરા ગામની પાણીની સમસ્યાનો તાત્કાલિક નિકાલ લાવે એવી ગામના લોકોની માંગ ઉઠી છે.

નિભોંરા ગામે પીવાનું પાણી ભરવા બેડું લઇ દુર સુધી જતા ગ્રામજનો.

ફરિયાદ કરવા છતા કોઇ નિરાકરણ નહીં
અમારા ફળિયામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી પાણી સમસ્યા છે. એક માત્ર હેન્ડ પંપ ચાલુ છે.જેમાંથી ખરાબ પાણી આવે છે.આ અંગે તલાટીને મૌખિક જાણ કરવામાં આવી છતાં આજદિન સુધી પાણીંની સમસ્યાનો નિરાકરણ કરવામાં આવ્યુ નથી. જેથી તાત્કાલિક અમને પાણી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે એવી અમારી માંગ છે. મંગળભાઈ ભીલ, રહીશ, નિભોંરા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો