તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બગવાડા પાસે ટેમ્પોમાંથી 13.56 લાખનો દારૂ મળ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ જણાતા એક ટેમ્પોને રોકતા તેમાંથી 13.56 લાખનો દારૂ મળી આવતા ચાલકની ધરપકડ કરાઇ છે.

પારડી પોલીસ મથકના પ્રદીપસિંહ, દશરથ, ધનશ્યામ, જગજીવન સહિતની ટિમ ગત આજ રોજ બપોરે પેટ્રોલીંગમાં ફરી રહી હતી ત્યારે બગવાડા ટોલબૂથ નજીક હાઇવે પર તિઘરાગામે જતાં રોડની સામે એક શંકાસ્પદ રીતે પાર્ક કરેલો આયસર ટેમ્પો નજરે આવતા પોલીસ ત્યાં પહોચી હતી અને ટેમ્પા પાસે જોતાં ટેમ્પાનો નંબર જી જે 04 વી3821 હોવાનું નજરે આવ્યું હતું પરંતુ આ નંબર પ્લેટ પર આ નંબર પટ્ટીથી ચોટાડેલો હોવાનું નજરે આવતા ટેમ્પાના ફરતે નંબર પ્લેટ જોવામાં આવી હતી જેમાથી એક નંબર પ્લેટ પર લાગેલી પટ્ટી ઉખેડેલી હતી અને જેના પર ડીએલ 1 જીસી 0640 નંબરથી શંકાસ્પદ ટેમ્પો લાગ્યો હતો અને તેના ચાલકની આજુબાજુ શોધખોળ કરવામાં આવી હતી પરતું તે મળી ન આવતા ટેમ્પામાં રાખેલા પુઠ્ઠાના પેકિંગ બોક્ષની તલાશી લેવામાં આવી હતી જેમાંથી પોલીસને દારૂની કુલ બાટલી નંગ 3288 જેની કિમત રૂ 13.56.000નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી 5.00.000ની કિમતનો ટેમ્પો મળી કુલ્લે રૂ 1856000નો મુદ્દામાલ કબ્જે કરી. ખેપિયાએ પટ્ટી ચોટાડી ડુપ્લિકેટ નંબર લગાવતા પારડી પોલીસના હાથે ઝડપાઇ જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો