તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરના હનુમાન ફળીયામાં બંધ મકાનમાં તસ્કરોનો 1.33 લાખ હાથફેરો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરના હનુમાન ફળીયામાં બંધ મકાનમાં 1.33 લાખ તસ્કરો હાથફેરો કરી ફરાર થઇ ગયા હતા. સાળા લગ્નમાં રાત્રીના યોગેશ્વર નગર ખાતે પરિવાર ગયું અને તસ્કરો ધાપ મારી હતી.

અંકલેશ્વરના હનુમાન ફળીયામાં રહેતા સમીર જગદીશ પટેલ ગત તારીખ 25 મીના રોજ મકાન બંધ કરી પરિવાર સાથે શહેરના યોગેશ્વર નગર સોસાયટીમાં સાળાના લગ્ન પ્રસંગમાં સાંજે ઘર બંધ કરી ગયા હતા તે દરમ્યાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશી તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. દરમ્યાન 26 મીની વહેલી સવારે તેમના પિતા ઘરે આવતા ચોરી થઇ હોવાનું માલુમ પડતા તાત્કાલિક તેઓએ સમીર પટેલ ને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. અને તિજોરીમાં તપાસ કરતા સોનાચાંદીના દાગીના ગાયબ જણાતા તાત્કાલિક શહેર પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. સમીર પટેલે 1.33 લાખની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી અંગે શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો